અમદાવાદઃ શહેરના વાડજ પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે, તેનો પતિ રૂપિયાનો ભૂખ્યો અને લાલચુ છે. આ પરિણીતા ગર્ભવતી થયા બાદ છે તેની ડિલિવરી થઈ હતી. જેના 68 હજાર તેના ભાઈએ ચૂકવ્યા હતા. બાદમાં જે કપનીમાં તેનો પતિ નોકરી કરતો હતો ત્યાં ક્લેઇમ કરી તે પરત આપી દેવાનું જણાવી 68 હજાર ચાઉં કરી ગયો હતો. સમગ્ર બાબતોથી કંટાળી અને સાસરીયાં ઓનું વારંવાર દહેજ માંગવુ અને મારને કારણે મહિલાએ કંટાળીને આખરે પોલીસ ફરિયાદ કરતાં હવે પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ નવા વાડજમાં રહેતી 30 વર્ષીય યુવતીના ન્યુ રાણીપ ખાતે જયદીપ ચોકસી સાથે વર્ષ 2017માં લગ્ન થયાં હતાં.
અમદાવાદઃ વાડજમાં પરણિતાએ દહેજના દાનવો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ - દહેજ કેસ
અમદાવાદના વાડજમાં દહેજ લાલચુ પતિ અને સાસરીયાં સામે એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે. વિવિધ રીતે મહિલા પાસેથી નાણાં પડાવતાં રહેતાં ત્રાસીને વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંઘાવી છે. હાલ પરણિતા યુવતીની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પરિણીતા વસ્ત્રાપુર ખાતે એક સહકારી બેંકમાં નોકરી કરતી હતી. લગ્ન બાદ જ સાસુ ,સસરા સહિત પતિએ પણ ત્રાસ આપી દહેજ માગવાનું શરૂ કરી દીધું હતું. આટલું જ નહીં લગ્નના બે ત્રણ માસમાં જ આ યુવતીને પિયરમાંથી વધુ 50 હજાર દહેજ લાવી આપવું પડ્યું હતું. શરૂઆતથી જ પરિણીતા પાસે નોકરી કરાવી તેના પગારમાંથી ખર્ચ કરાવવાની દાનત સાસરિયાઓની હતી.જેથી બોપલ ખાતે એક ફ્લેટ પણ લીધો હતો. જેનું ડાઉન પેમેન્ટ પાંચ લાખ આ પરિણીતાએ તેના પિયરમાંથી મંગાવી આપ્યા હતા. આટલું જ નહીં બાદમાં લોનના હપ્તા પણ પરિણીતાને ભરવા પતિ જયદીપ ચોકસી અને સાસરિયાઓ દબાણં કરતા હતાં. બાદમાં આ પરિણીતા ગર્ભવતી થઈ તેમ છતાં લોનના હપ્તા ભરવા તેની નોકરી ચાલુ રખાવી અને કંઈપણ બોલે તો તેને માર મારતાં હતાં.
આટલું જ નહીં. પણ આ મહિલાએ પુત્રીને જન્મ આપતા તેની સિઝેરીયન ડિલિવરીનો ખર્ચ તેના ભાઈએ આપ્યો હતો. બાદમાં મહિલાનો પતિ જયદીપ ચોકસી જણાવતો હતો કે, તમામ ડોક્યુમેન્ટ આપીને તે નોકરી કરે છે તે કંપનીમાંથી ક્લેઇમ કરી 68 હજાર તેના સાળાને ચૂકવી દેશે. જોકે, કંપનીમાંથી આ 68 હજાર મેળવ્યાં તો હતાં પણ ચૂકવ્યા ન હતાં. જેથી કંટાળીને આખરે આ મહિલાએ ફરિયાદ આપતાં વાડજ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.