ગુજરાત

gujarat

ETV Bharat / city

#HappyWomansDay: અમદાવાદમાં મહિલા સશક્તિકરણના સંદેશ સાથે મહિલા રેલી - મહિલાઓની રેલી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની દેશભરમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં પણ જૈન સમાજની મહિલાઓ દ્વારા વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા સશક્તિકરણનો સંદેશ લોકોને આપવામાં આવ્યો હતો.. આ રેલીને અમદાવાદ શહેરના મેયર બીજલ પટેલે લીલી ઝંડી આપી હતી.

#HappywomanDay અમદાવાદમાં મહિલા દિવસ નિમિતે સશક્તિકરણના સંદેશ સાથે યોજાઈ મહિલાઓની રેલી
#HappywomanDay અમદાવાદમાં મહિલા દિવસ નિમિતે સશક્તિકરણના સંદેશ સાથે યોજાઈ મહિલાઓની રેલી

By

Published : Mar 8, 2020, 1:08 PM IST

Updated : Mar 8, 2020, 2:35 PM IST

અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ તેરાપંથ ભવન ખાતે મોટી સંખ્યામાં જૈન સમાજના મહિલાઓ એકત્રિત થયા હતાં, જે બાદ મહિલાઓ દ્વારા વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને સશક્તિકરણનો સંદેશ પણ આપ્યો હતો. આ રેલીની શરૂઆત અમદાવાદમાં મેયર બીજલ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

#HappywomanDay અમદાવાદમાં મહિલા દિવસ નિમિતે સશક્તિકરણના સંદેશ સાથે યોજાઈ મહિલાઓની રેલી

આ રેલીમાં સૌથી આગળ યુવતીઓ હતી જે બાઇક પર સવાર હતી તે બાદ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ હતી. આ રેલી ગાંધી આશ્રમ સુધી જઈને પરત આવી હતી. આ રેલી યોજવાનો ઉદેશ નારી શક્તિ બતાવવાનો હતો.

Last Updated : Mar 8, 2020, 2:35 PM IST

ABOUT THE AUTHOR

...view details