અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વધારે વિકટ થતી જાય છે. આવી પરિસ્થિતિમાં અસારવાના મહિલા કોર્પોરેટર પ્રીતિ ભરવાડ પણ તેના ઝપેટમાં આવ્યાં છે. પ્રીતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ પણ ગોતા વોર્ડના કોર્પોરેટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
અસારવાના મહિલા કોર્પોરેટર પ્રીતિ ભરવાડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - અમદાવાદ ન્યૂઝ
અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વધારે વિકટ થતી જાય છે. આવી પરિસ્થિતિમાં અસારવાના મહિલા કોર્પોરેટર પ્રીતિ ભરવાડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ અમદાવાદમાં કુલ આંક 4425એ પહોંચ્યો છે.
આ મહિલા કોરોપોરેટરના ઘરમાં ત્રણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોર્પોરેટર સિવાય તેમના જેઠ અને ભત્રીજા પણ કોરોનાગ્રસ્ત થયાં છે. હાલ ત્રણેયને સમરસ હોસ્ટેલમાં લાવવામાં આવ્યા છે.
અમદાવાદમાં કોરોનાના નવા 349 કેસ નોંધાયા છે. જ્યારે 39 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં 49 દર્દીઓનાં મોત થયાં છે, તેમાં 39 માત્ર અમદાવાદના જ છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 272એ પહોંચ્યો છે. જ્યારે કુલ પોઝિટિવ કેસ 4,425 થયા છે.
અમદાવાદમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણની સ્થિતિ ગંભીર થતી જાય છે. જે પ્રમાણે શહેરમાં નવા કેસો સામે આવી રહ્યા છે તે જોતા એવુ લાગે છે કે શું અમદાવાદમાં કમ્યુનિટી સંક્રમણનો તબક્કો ચાલુ થયો છે ? જો કે આ બાબતે એએમસી કે સરકાર સ્પષ્ટ મનાઈ ફરમાવી રહ્યા છે.