અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં રાજ્યનું સૌથી (Disease in Summer Season) ગરમ શહેર બની રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સતત 45 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. જેના કારણે શહેરમાં કમળા, કોલેરા, ટાઈફોઈડના કેસમાં (Epidemic in Ahmedabad) વધારો જોવા મળી રહ્યો છે.
ઝાડા-ઉલટીના કેસમાં વધારો -અમદાવાદ શહેર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાઈ રહ્યા છે. ત્યારે પાણી જન્ય કેસોમાં સતત (Summer Sickness in Ahmedabad) વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને ઝાડા-ઉલ્ટીના કેસમાં ગત અઠવાડિયા કરતા 219 કેસ વધ્યા છે. જ્યારે કમળામાં 22 કેસ, ટાઈફોઈડના 36 કેસ જ્યારે સીમા રો-હાઉસ બહેરામપુરામાં એક કોલેરાનો કેસ સામે આવ્યો છે. ચાલુ સપ્તાહમાં કુલ 36,326 જેટલા લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો :Disease in Summer Season : રાજકોટમાં કોરોનાની સાઈડ કાપી અન્ય રોગચાળાના કેસમાં ઉછાળો