લૉકડાઉનની સાથે અમદાવાદ પૂર્વમાં અપાઈ છૂટછાટ, નાના-મધ્યમ ઉદ્યોગો શરૂ થયા - lock down
દેશમાં કોરોનાવાયરસના વધતા જતા કેસને લઈને સરકાર દ્વારા લૉક ડાઉન 4.0 શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા અમુક વિસ્તારોમાં છૂટછાટો પણ આપવામાં આવી છે. રોજગારીને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા દરેક શહેરના કમિશનર અને કલેકટર સાથે બેઠક કરી એક વ્યૂહરચના બનાવવામાં આવી હતી જેના આધારે તમામ પ્રકારની છૂટછાટો આપવામાં આવી છે જેમાં ૫૦ ટકા સ્ટાફ અને કોરોનાથી રક્ષણ થાય તેવા તમામ પ્રકારના પ્રિકોશન લેવા અનિવાર્ય બન્યું છે.
અમદાવાદઃ લૉકડાઉન 4.0 શરૂ થતાંની સાથે જ સરકાર દ્વારા ધંધા-રોજગાર તેમ જ પરિવહન અંગે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જોકે આ છૂટછાટ માટે પણ ઝોન નક્કી કરાયાં છે. જેમાં કન્ટેઇનમેન્ટ ઝોન અને નોન કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં કેટલીક છૂટછાટો સાથે તેનો અમલ કરવો ખૂબ જ પ્રખ્યાત બન્યો છે. ગુજરાત સરકારે કોરાનાના સંક્રમણને કાબૂમાં રાખવા માટે આર્થિક ગતિવિધિ રોજિંદી જીવન જરૂરિયાત પ્રવૃત્તિઓને ગાઈડલાઈન આધીન છૂટછાટ આપવાનો વ્યૂહરચના રચી હતી. અમદાવાદ શહેરમાં પૂર્વમાં ખાનગી ઓફિસો હાલ બંધ રાખવાની રહેશે જ્યારે ધંધા ઉદ્યોગો સાથે જોડાયેલ ફેક્ટરીઓ અને અન્ય ઇન્ડસ્ટ્રી માર્કેટને ફરી 50% સ્ટાફ સાથે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે તમામ પ્રકારની સુવિધાઓ ફેક્ટરી અને ઉદ્યોગ ઈન્ડસ્ટ્રીની અંદર રાખવા સાથે તમામ પ્રકારના પ્રિકોશન્સ ફેક્ટરી માલિક દ્વારા લેવામાં આવ્યાં છે.