- દિવાળીને ધ્યાનમાં રાખી એસ.ટી. વિભાગ (ST Department)નું વિશેષ આયોજન
- પ્રવાસીઓને આકર્ષવા ST વિભાગે (ST Department) 'આપ કે દ્વાર' યોજના શરૂ કરી
- દિવાળીને ગણતરીના દિવસો બાકી હોવાથી નવી યોજના શરૂ
અમદાવાદઃ દિવાળીના સમયે દરેક લોકો પોતાના કુટુંબ સાથે તહેવારને ઉજવી શકે તે માટે મોટા શહેરોમાંથી નાના ગામડાઓ, તાલુકાઓ અને જિલ્લાઓમાં ST નિગમ દ્વારા દર વર્ષે સંચાલન હાથ ધરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રાજ્યમાં 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી દિવાળીના તહેવારને લઈને વધારાની બસોનું સંચાલન (Extra Bus) હાથ ધરાશે.
દિવાળીને લઈ સૌરાષ્ટ્ર, પંચમહાલ અને ઉત્તર ગુજરાત માટે ખાસ બસની વ્યવસ્થા કરાશે
અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાંથી દાહોદ, ગોધરા, પંચમહાલ અને સંતરામપુર જેવા વિસ્તારોમાં સંચાલન હાથ ધરાશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર માટે સંચાલન હાથ ધરાશે. દિવાળી અને બેસતા વર્ષના દિવસે અમદાવાદ અને વડોદરા વચ્ચે સૌથી વધુ ટ્રિપ ચાલતી હોય છે. દરરોજ 250 વધારાની બસ ઉપલબ્ધ થશે, જે એસ.ટી.નિગમ (ST Department) દ્વારા સ્પેરમાં રખાતી 10 ટકા બસમાંથી દોડાવવામાં આવશે અને જરૂર પડે તેમાં વધારો પણ કરાશે.
પ્રવાસીઓને આકર્ષવા ST વિભાગે (ST Department) 'આપ કે દ્વાર' યોજના શરૂ કરી આ પણ વાંચો-પાટણથી દેવભૂમિ દ્વારકા બસ સેવાનો પ્રારંભ, ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી
વધારાની બસના સંચાલનથી આવક
દિવાળી વખતે વધારાના સંચાલનથી એસટી નિગમને વર્ષ 2019માં 1.19 કરોડની આવક થઈ હતી, જે વર્ષ 2020 કોરોનાના કારણે ફક્ત 20 લાખ રૂપિયાની આવક થઈ હતી. જોકે, આ વર્ષે સારી આવકની એસટી નિગમને આશા છે. આ ઉપરાંત ઓનલાઈન બુકિંગ પર 5 ટકા ડિસ્કાઉન્ટ અને રિટર્ન ટિકિટ માટે 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે.
આ પણ વાંચો-છેલ્લા 2 વર્ષથી બંધ જૂનાગઢ શહેરની સિટી બસ સેવા શરૂ કરવા લોકોની માંગ, મેયરે આપ્યું આશ્વાસન
ગુજરાતમા વસતા કોઈપણ જિલ્લાના લોકો ગ્રુપ બુકિંગ કરાવી શકશે
આ વખતે પ્રથમ વાર એસટી નિગમે એસટી 'આપ કે દ્વાર' યોજના શરૂ કરી છે, જેમાં કોઈ પણ જિલ્લામાંથી જો 52 પ્રવાસી એક જ જગ્યાએ જવા તૈયાર થાય તો એસટી વિભાગ તેમનું બુકિંગ કરશે અને નક્કી કરેલા સ્થળથી નક્કી કરેલા સ્થળ સુધી એસ.ટી તેમને લઈ જશે. જોકે, મોટાભાગે આ સિંગલ ટ્રીપ હોવાથી તેનું 1.25 ગણું ભાડુ એસટી દ્વારા વસૂલવામાં આવશે.
સુરતમાં સારો પ્રતિસાદ
સુરતમાં 32 જેટલી બસો બુક થઈ ચૂકી છે. ખાસ કરીને દિવાળીના સમયે સુરતથી રત્નકલાકારો ભાવનગર અને અમરેલી તરફ જતા હોય છે. 20 દિવસ પહેલા જ આ યોજના શરૂ કરાઇ છે અને દરેક જિલ્લાઓમાં આ યોજના લાગુ છે.