ગુજરાતમાં અનલોક-2, શું છૂટછાટ આવશે? - કોરોના
ગુજરાતમાં અનલોક-1 30 જૂને પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે અનલોક-2માં રાજ્ય સરકાર શું છૂટછાટ અપાઈ શકે છે તેના પર સૌની નજર મંડાયેલી છે, આવો જાણીએ ETV ભારત સ્પેશિયલ રિપોર્ટમાં...
અમદાવાદઃ ગુજરાતમાં અનલોક-1માં સાંજે સાત વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહે છે અને ત્યારબાદ નવ વાગ્યાથી કર્ફયૂ લાદી દેવામાં આવે છે, તેને સ્થાને અનલોક-2માં વેપાર-ધંધા દુકાનો સાંજે દસ વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે અને રાત્રે અગિયાર વાગ્યાથી કર્ફ્યૂનો અમલ કરાશે.
તેમ જ અનલોક-2માં સિનેમા થિયેટરો પણ ખુલી જશે, સિનેમા થિયેટરોમાં છેલ્લો શો 9:00 પૂરો થાય તે રીતની પરવાનગી આપવામાં આવશે. તમામ શો છૂટયાં પછી સિનેમાહોલને સેનેટાઈઝર કરવાની અને બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે તેવી શરતોએ સિનેમા અને થિયેટરો ખુલી શકે છે.