અમદાવાદઃ શહેરના વાડજ વિસ્તારમાં એક પતિને પોતાની પત્ની પર શંકા ગઈ હતી. જેથી પતિએ પત્નીનો પીછો કર્યો હતો, ત્યારે પતિએ જોયું કે પત્ની અન્ય કોઈ વ્યક્તિ સાથે ઊભી હતી, જેથી પતિ ત્યાં પહોંચ્યો અને પત્નીને પૂછવા લાગ્યો ત્યારે પત્નીના પ્રેમીએ પતિને અને તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
અમદાવાદમાં પતિ, પત્ની ઓર વો, પત્નીના પ્રેમીએ પતિને અને બાળકને જાનથી મારવાની ધમકી આપી - ETV Bharat News
અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં પતિ, પત્ની ઓર વોનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પતિને પત્નીના પ્રેમ પ્રકરણ વિશે ખબર પડી જતાં પત્નીના પ્રેમીએ પતિને અને તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પતિએ વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.

પત્નીના પ્રેમીએ પતિને અને તેના બાળકને જાનથી મારી નાખવાની આપી ધમકી
એટલું જ નહીં પત્નીએ પણ પતિને કહ્યું કે, હું આ વ્યક્તિને પ્રેમ કરું છું. જ્યારે પતિએ આ અંગે તેના સસરા સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, જીવતા રહેવું હોય તો પત્નીને છૂટાછેડા આપી દે જેથી પતિએ સમગ્ર મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.