ગુજરાત

gujarat

ETV Bharat / city

સાંસદ કિરીટ સોલંકીએ 'કોરોના'ને કેમ કહ્યું 'થેન્ક યૂ'? જાણો - હેર કટિંગ સલૂન

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ 700 કેસ થઈ ગયાં છે. ત્યારે અમદાવાદ પશ્રિમના સાંસદે કોરોનાને થેન્કયૂ કહ્યું છે. આવો જાણીએ કે અમદાવાદ પશ્રિમના સાંસદ ડૉ. કિરિટ સોલંકીએ કેમ થેન્ક્યૂ કહ્યું.

સાંસદ કિરીટ સોલંકીએ 'કોરોના'ને કેમ કહ્યું 'થેન્ક યૂ' જાણો ?
સાંસદ કિરીટ સોલંકીએ 'કોરોના'ને કેમ કહ્યું 'થેન્ક યૂ' જાણો ?

By

Published : Apr 15, 2020, 7:33 PM IST

અમદાવાદ: ભારતમાં લૉક ડાઉન પાર્ટ-2 નો અમલ શરૂ થઈ ગયો છે. આ સંજોગો વચ્ચે અમદાવાદ પશ્રિમના સાંસદ ડૉ. કિરિટ સોલંકીએ ટ્વીટ કરીને માહિતી શેર કરી છે, અને કોરોનાને ‘થેન્ક યૂ’ કહ્યું છે. બીજા લૉક ડાઉનની જાહેરાત પછી હેર કટિંગને એક મહિનાથી વધારે સમય થઈ ગયો હતો, જેથી આજે જાતે જ હેર કટિંગ પર હાથ અજમાવી દીધો. આમ તો હોસ્ટેલના સમયમાં પૈસાની ખેંચ હતી તે કારણે એક વાર પ્રયત્ન કર્યો હતો. આજે કોરોનાએ બીજો મોકો આપ્યો છે. કામ ચાલી જશે. થેન્ક્યૂ કોરોના!

સાંસદ કિરીટ સોલંકીએ 'કોરોના'ને કેમ કહ્યું 'થેન્ક યૂ' જાણો ?
અમદાવાદ પશ્રિમના સાંસદ ડૉકટર કિરિટ સોલંકીએ હેર કટિંગ સલૂન બંધ હોવાથી જાતે વાળ કાપી નાંખ્યા છે, અને આ તેમણે બીજી વખત પોતાના વાળ જાતે કાપ્યાં છે. એક મહિનાથી હેર કટિંગ સલૂન બંધ છે, તેમના વાળ વધી ગયા હશે, એટલે તેમણે જાતે કાતર અજમાવી લઇને વાળ કાપ્યાં છે અને સંતોષ વ્યક્ત કર્યો છે કે કામ ચાલી જશે. એટલા માટે કોરોનાનો તેમણે આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details