ગુજરાત

gujarat

By

Published : Nov 14, 2021, 3:33 PM IST

ETV Bharat / city

જાણો... બાંગ્લાદેશી યુવતી શાં માટે ખોટાં દસ્તાવેજો બનાવી રહેવા લાગી ભારતમાં

બાંગ્લાદેશની યુવતી(Bangladeshi girl) ખોટા દસ્તાવેજો બનાવી ગેરકાયદેસર રીતે અમદાવાદમાં રહેતી હોવાનો મામલો(Case of living in Ahmedabad illegally) સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો ખુલાસો યુવતી સાથે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા તેના સાથીનાં એક અકસ્માતમાં મૃત્યુ થવાથી સામે આવ્યો છે. જો કે બીજી તરફ યુવતીએ હૈદરાબાદનાં પણ દસ્તાવેજ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના સામે આવતા પોલીસે યુવતીની ધરપકડ કરી(Police arrested the girl) છે.

જાણો... બાંગ્લાદેશી યુવતી શાં માટે ખોટાં દસ્તાવેજો બનાવી રહેવા લાગી ભારતમાં
જાણો... બાંગ્લાદેશી યુવતી શાં માટે ખોટાં દસ્તાવેજો બનાવી રહેવા લાગી ભારતમાં

  • સોશિયલ મીડિયા ઉપર યુવતીને ભારતના યુવક સાથે થયો પ્રેમ
  • યુવતીએ હૈદરાબાદનાં પણ દસ્તાવેજ બનાવ્યા હોવાનું આવ્યું સામે
  • સમગ્ર ઘટના સામે આવતા પોલીસે યુવતીની કરી ધરપકડ

અમદાવાદ: અમદાવાદમાં પોતાની અસલ ઓળખ છુપાવી ભારતીય હિન્દુ મહિલા તરીકે વસવાટ કરતી બાંગ્લાદેશી મુસ્લિમ મહિલાનું(Bangladeshi girl) અસલી નામ શીરીન અખ્તર હુસેન(Shirin Akhtar Hussain) છે. જે યુવતી શહેરમાં એપલવુડ ટાઉનશીપમાં તેના સાથી હિતેશ સાથે રહેતી હતી. આ યુવતીને ભારતીય તથા બાંગ્લાદેશી પાસપોર્ટ અને ખોટા ડોક્યુમેન્ટ સાથે ઝડપી પાડી(Accelerated with Indian and Bangladeshi passports and false documents) તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા ઉપર યુવતીને ભારતના યુવક સાથે થયો પ્રેમ

યુવતી બાંગ્લાદેશના વિઝા ઉપર ભારત આવી હતી અને તેનું કહેવું છે કે, સોશિયલ મીડિયા ઉપર તેને હિતેશ સાથે પ્રેમ થઇ જતા તે ભારત આવી હતી. તે પોતાનું નામ બદલી સોનુબેન હિતેષભાઇ જોષીનાં હિંદુ મહિલાનાં નામથી વસવાટ કરતી હતી.

પોલીસને તપાસમાં શું મળ્યું?

પોલીસને તપાસ દરમિયાન બાંગ્લાદેશી મુસ્લિમ યુવતીનાં ઘરેથી તેનો અસલી બાંગ્લાદેશી પાસપોર્ટ, ખોટા અને બનાવટી ડોકયુમેન્ટ પરથી બનાવેલ સોનુબેન હિતેષભાઇ જોષીનાં નામનો ભારતીય પાસપોર્ટ, ખોટા આધારકાર્ડ, 2 પાનકાર્ડ, 2 મોબાઈલ ફોન મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. યુવતી ભારતીય નાગરીક ન હોવા છતા ભારતીય પાસપોર્ટ મેળવવા માટે ખોટા નામે આધારકાર્ડ તથા પાનકાર્ડ બનાવ્યા હતા. આ દસ્તાવેજોમાં અલગ-અલગ જન્મ તારીખ તથા પતિ તથા પિતાના અલગ-અલગ નામ અટક, સરનામા તથા જન્મ સ્થળ લખી ખોટા દસ્તાવેજ ઉભા કરી તેનો ઉપયોગ કરી પોતાની રાષ્ટ્રીયતા છુપાવી હતી.

પોલીસની પૂછતાછમાં ઉકેલાયો ભેદ

પુછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, તે બાંગ્લાદેશી નાગરીક છે અને તેને અમદાવાદમાં રહેતા હિતેશ જોશી સાથે ફેશબુકનાં માધ્યમથી પ્રેમ થઇ જતા તે બાંગ્લાદેશના પાસપોર્ટ ઉપર ભારત આવી હતી અને બંને લીવઇનમાં રહેતા હતા. થોડા સમય બાદ તેમને દિકરીનો જન્મ થતા ભારતના નાગરીક તરીકે ખોટા દસ્તાવેજો ઉપર તે અહીં રોકાઈ ગઈ. યુવતીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details