- હિન્દી સિનેમાના ટ્રેજડી કિંગ (Tragedy King) વર્ષ 1982માં આવ્યા હતા અમદાવાદ
- અભિનેતા દિલીપ કુમારે પત્ની સાયરા બાનુ સાથે વસ્ત્રાપુરના અંધજનમંડળની (Andhjan Mandal) લાધી હતી મુલાકાત
- દિલીપ કુમાર વસ્ત્રાપુરના અંધજન મંડળના (Andhjan Mandal) કાર્યક્રમમાં એક દિવસ રોકાયા હતા
અમદાવાદઃ 20 સદીના મહાનાયક અને બોલિવૂડના ટ્રેજેડી કિંગ (Tragedy King) દિલીપ કુમારનું 98 વર્ષની વયે તાજેતરમાં જ મુંબઈમાં નિધન થયું છે. તેમની સાથે સંકળાયેલી અનેક યાદો આજે પણ લોકો વાગોળી રહ્યા છે. આવી જ એક યાદ અમદાવાદ શહેર સાથે પણ સંકળાયેલી છે. દિલીપ કુમાર 22 જુલાઈ 1982માં અમદાવાદ આવ્યા હતા.
દિલીપ કુમાર વસ્ત્રાપુરના અંધજન મંડળના (Andhjan Mandal) કાર્યક્રમમાં એક દિવસ રોકાયા હતા આ પણ વાંચોઃLove story of Dilip Kumar: દિલીપ કુમારની ફિલ્મોની જેમ તેમની લવ સ્ટોરી પણ છે દિલચસ્પ, જુઓ અંધજન મંડળ ખાતે સ્કૂલ ઓફ ફિઝિઓથેરાપી (School of Physiotherapy)ની કરી હતી શરૂઆત
અભિનેતા દિલીપ કુમાર અને સાયર બાનુએ અમદાવાદમાં વસ્ત્રાપુરમાં આવેલા અંધજન મંડળની (Andhjan Mandal) મુલાકાત લીધી હતી. તે ઉપર પ્રકાશ પાડતા અંધજન મંડળના સેક્રેટરી ભૂષણ પૂનાની (Bhushan Poonani, Secretary, Andhajan Mandal)એ ETV Bharatને જણાવ્યું હતું કે, તેમના હાથોથી પહેલી વખત દેશમાં અંધજનો માટે સ્કૂલ ફિઝિયોથેરાપી (School of Physiotherapy) શરૂ કરવામાં આવી હતી. તે વખતે તેઓ વ્હિલચેર પર બેસ્યા હતા અને મંડળના હરિશ પંચાલે તેમને બે રાઉન્ડ પણ મરાવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, તેમણે તેમની ફિલ્મ દિદારમાં અંધ વ્યક્તિનો રોલ ભજવ્યો હતો. તેમણે તે વખતે કહ્યું હતું કે, આજે તેમને ખબર પડી છે કે, રિલ લાઈફ અને રિયલ લાઈફમાં કેટલો ફેર છે!
અભિનેતા દિલીપ કુમારે પત્ની સાયરા બાનુ સાથે વસ્ત્રાપુરના અંધજનમંડળની (Andhjan Mandal) લાધી હતી મુલાકાત આ પણ વાંચોઃ Dilip Kumar Death: 'ટ્રેજેડી કિંગ' દિલીપ કુમારનું નિધન, મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ હિન્દી સિનેમાના ટ્રેજડી કિંગ (Tragedy King) વર્ષ 1982માં આવ્યા હતા અમદાવાદ અમદાવાદના અગ્રણીઓ સાથે લીધું હતું ભોજન
અભિનેતા દિલીપ કુમાર જયશંકર સુંદરી હોલ (Jaishankar Sundari Hall)માં ફંડ રેઇઝિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના અગ્રણીઓ જેમ કે અરવિંદ લાલભાઈ, જહાંગીર કામા સાથે તેમણે ભોજન લીધું હતું. તેમણે આવું સેવાનું કાર્ય ચાલુ રાખવા પ્રેરણા આપી હતી. વર્તમાન અંધજન મંડળના (Andhjan Mandal) અમદાવાદ ખાતેના સેક્રેટરી ભૂષણ પૂનાની પણ તે સમયે ત્યાં હાજર હતા.
દિલીપ કુમારનો હિન્દી અને ઉર્દુ પર કમાલનો કાબૂ હતો
ભૂષણ પૂનાનીએ જણાવ્યું હતું કે, દિલીપ કુમારે ખૂબ જ પ્રેમ અને લાગણીથી લોકો સાથે વાત કરી હતી. તેઓ નેશનલ બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશન (National Blind People's Association) મુંબઈ ખાતે પણ સંકળાયેલા હતા. બકુલાબેન પટેલ જે તે વખતના જાણીતા સોલિસિટર જનરલ (Solicitor General)ના વાઈફ હતા. તેમને કારણે તેઓ આ પ્રવૃત્તિઓ સાથે જોડાયા હતા. દિલીપ કુમારને હિન્દી અને ઉર્દુ પર જબરજસ્ત હથોટી હતી. તેઓ સારા વક્તા પણ હતા.
દિલીપ કુમારની મુલાકાત બાદ અંધજન મંડળને પ્રસિદ્ધિ મળી
દિલીપ કુમારના આવ્યા બાદ અંધજન મંડળ (Andhjan Mandal) સંસ્થાનને એક્સપોઝર મળ્યું. અંધજન મંડળ (Andhjan Mandal) ખાતે દિલીપકુમારના હસ્તે શરૂ થયેલી ફિઝીયોથેરાપીના કોર્સ (Courses of physiotherapy) અંતર્ગત 500 થી વધુ દિવ્યાંગ ફિઝિઓથેરાપિસ્ટ (Physiotherapist) બનીને દેશ-દુનિયામાં સેવા આપી રહ્યા છે.