ગુજરાત

gujarat

ETV Bharat / city

Wheat Prices Rise In Gujarat: યુક્રેન-રશિયાના યુદ્ધની અસર ઘઉં પર, જાણો કેટલો વધ્યો ભાવ

ઘઉંના ભાવ પર પણ રશિયા અને યુક્રેનના યુદ્ધની અસર જોવા મળી રહી છે. ઘઉંના ભાવમાં વધારો થયો છે. જો કે કઠોળના ભાવમાં વધારો (Wheat Prices Rise In Gujarat) જોવા નથી મળ્યો. ટુકડી ઘઉંનો ભાવ હાલમાં 28થી 30 રૂપિયે પ્રતિ કિલો ચાલી રહ્યો છે.

યુક્રેન-રશિયાના યુદ્ધની અસર ઘઉં પર, જાણો કેટલો વધ્યો ભાવ
યુક્રેન-રશિયાના યુદ્ધની અસર ઘઉં પર, જાણો કેટલો વધ્યો ભાવ

By

Published : Apr 22, 2022, 9:56 PM IST

અમદાવાદ: સમગ્ર દેશમાં મોંઘવારી (Inflation in India) આસમાને પહોંચી છે. બીજી બાજુ સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે. તો હવે ઘઉંના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. યુક્રેન અને રશિયાના યુદ્ધ (Ukraine Russia War)ના કારણે ઘઉંના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હોવાનું ગ્રેઇન મર્ચન્ટ એસોશિએશન (grain merchants association) સેક્રેટરી કમલેશ શાહનું કહેવું છે. બીજી તરફ મોંઘવારીના કારણે લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ (Price Hike In Essential Commodities) ખરીદવામાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. જો કે કઠોળમાં ભાવ (prices of pulses in india) વધારો ન થતા લોકો રાહત અનુભવી રહ્યા છે.

યુક્રેન-રશિયાના કારણે ભાવ વધારો.

યુક્રેન અને રશિયા યુદ્ધથી ઘઉંના ભાવમાં વધારો- અમદાવાદ ગ્રેન મર્ચન્ટ એસોશિએશન સેક્રેટરી કમલેશ શાહે Etv Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે અનાજ કે કઠોળમાં કોઇ ખાસ વધારો જોવા મળી રહ્યો નથી. માત્ર ઘઉંમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે એ પણ યુક્રેન-રશિયાના કારણે ભાવ વધારો છે. બાકીના કોઈપણ અનાજના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો:Benefits to Bharuch Farmers: ભરૂચમાં કપાસના બમણા ભાવ મળતા ખેડૂતો રાજીના રેડ

ઘઉંના ભાવ- ઘઉંની અલગ અલગ જાત (varieties of wheat in india) છે. જેમાં ટુકડી ઘઉંનો ભાવ (tukdi wheat price in ahmedabad) હાલમાં 28થી 30 રૂપિયે પ્રતિ કિલો ચાલી રહ્યો છે. સરબતી ઘઉં 33થી 35 રૂપિયે પ્રતિ કિલો (sharbati wheat price in Gujarat), દાઉદખાની ઘઉં 35થી40 રૂપિયા કિલો (daudkhani wheat price in Gujarat) અને રજવાડી ઘઉંનો 28થી 30 કિલો ભાવ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો:lemon gift On wedding occasion: ધોરાજીમાં એક દંપતીના લગ્ન પ્રસંગે આપવામાં આવી અનોખી ભેટ, જાણશો તો તમે પણ ચોંકી જશો

કઠોળનો ભાવ: કઠોળમાં ચણાનો 55થી 60 કિલો ભાવ ચાલી (price of chickpeas in Gujarat) રહ્યો છે. ચણાદાળનો ભાવ 58થી 69 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહ્યો છે. મગનો ભાવ 82થી 90 અને મગદાળ 88થી 95 રૂપિયા પ્રતિકિલો ભાવ ચાલી રહ્યો છે. કાબુલી ચણાના ભાવમાં ગત વર્ષ કરતા 30થી 40 રુપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે 110થી 120 રૂપિયા પ્રતિ કિલો કાબુલી ચણાનો ભાવ ચાલી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details