ગુજરાત

gujarat

ETV Bharat / city

નેશનલ મેડિકલ કમિશને નવી ગાઈડલાઈન જાહેર કરી

નેશનલ મેડિકલ કમિશન દ્વારા યુજી મેડિકલની પરીક્ષાઓમાં બહારના પરીક્ષકોની નિમણૂક કરવાના નિયમો અંતર્ગત ખાસ છૂટછાટ આપવામાં આવી છે, જે અંતર્ગત યુનિવર્સિટીઓ રાજ્યની જ અન્ય યુનિવર્સિટીઓના પરીક્ષકોને બોલાવી શકશે. જોકે, ફાઈનલ થીયરી પરીક્ષાઓમાં યુનિવર્સિટીઓએ પરીક્ષા બાદ ઉત્તરવહીઓનું સેન્ટ્રલ એસેસમેન્ટ કરાવવાનું રહેશે. આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ સેન્ટ્રલ એસેસમેન્ટમાં જ દરેક વિદ્યાર્થીઓની ઉત્તરવહીની ચકાસણી કરવાની રહેશે.

બહારના પરીક્ષકોની નિમણૂક કરવાના નિયમો અંતર્ગત છૂટછાટ અપાઈ
બહારના પરીક્ષકોની નિમણૂક કરવાના નિયમો અંતર્ગત છૂટછાટ અપાઈ

By

Published : Feb 9, 2021, 1:20 PM IST

  • બહારના પરીક્ષકોની નિમણૂક કરવાના નિયમો અંતર્ગત છૂટછાટ અપાઈ
  • યુજી મેડિકલની પરીક્ષા માટે નેશનલ મેડિકલ કમિશને આપી છૂટછાટ
  • હવેથી રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાંથી પરીક્ષકો બોલાવી શકાશે
  • પરીક્ષકોએ ફરજિયાત પરીક્ષા સ્થળે હાજર રહેવું પડશે

અમદાવાદઃ ગ્રેજ્યુએશન મેડીકલ રેગ્યુલેશન અંતર્ગત દરેક યુનિવર્સિટીએ મેડીકલની ફાઈનલ પરીક્ષાઓમાં ફરજિયાતપણે રાજ્ય બહારની યુનિવર્સિટીઓમાં પરીક્ષકો બોલાવી નીમવાના હોય છે. આથી પરીક્ષાઓમાં કોઈ ગેરરીતિ ન થાય અને પારદર્શકતા રહે. આમાં કોરોનાની મહામારી સ્થિતિમાં નેશનલ મેડીકલ કમિશન દ્વારા ચાલુ વર્ષે પરીક્ષાઓમાં ખાસ છૂટછાટ આપી છે. આ અગાઉ યુજી-પીજીની પરીક્ષાઓમાં છૂટ આપ્યા બાદ હવે લેવાનારી યુજીની ફાઈનલ મેડીકલ પરીક્ષાઓને લઈને પણ મેડીકલ કમિશનને છૂટ આપતો સર્ક્યૂલર કર્યો છે. આ અંતર્ગત હવે દરેક યુનિવર્સિટીઓએ પરીક્ષામાં રાજ્ય બહારના જ પરીક્ષકો બોલાવવા પ્રાથમિકતા આપવાની રહેશે, પરંતુ જો તે શક્ય ન બને તો જે તે યુનિવર્સિટી રાજ્યની જ અન્ય યુનિવર્સિટીઓમાંથી પરીક્ષકો બોલાવી શકશે.

મેડિકલ કમિશને વર્ષ 2019-20માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની બેચથી આ છૂટછાટ લાગુ કરી છે

પરીક્ષકોએ ફરજિયાત પરીક્ષા સ્થળે ફિઝિકલી હાજર રહેવાનું રહેશે. આ ઉપરાંત એમબીબીએસની થિયરી પરીક્ષામાં ઉત્તરવહીઓનું મૂલ્યાંકન સેન્ટ્રલ એસેસમેન્ટ પ્રોગ્રામ હેઠળ જ કરવાનું રહેશે. મેડીકલ કમિશન દ્વારા 2019-20માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની બેચથી લાગુ પડે તેમ આ છૂટછાટ લાગુ કરી છે. યુનિવર્સિટીઓએ કેટલા પરીક્ષકોની જરૂર પડશે તે પણ અગાઉથી નક્કી કરવાનું રહેશે અને ચોક્કસ આયોજન કરવાનું રહેશે.

ABOUT THE AUTHOR

...view details