ગુજરાત

gujarat

ETV Bharat / city

ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા અને ઈ મેમો નહીં ભરનારા સામે શું કહ્યું હાઇકોર્ટે - Obey traffic rules

ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાફિકના નિયમોનું પાલન(Obey traffic rules) નથી કરતા લોકો પર E મેમો આવે છે. જેમાંણા બધા લોકો દ્વારા ઈ-મેમોનો દંડ કરવામાં આવતો નથી. તેવા આક્ષેપ સાથે ની હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી(Gujarat HighCourt Application ) કરવામાં આવી છે. આ બાબતે જાણો હાઇકોર્ટે શું ટકોર કરી છે.

ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા અને ઈ મેમો નહીં ભરનારા સામે શું કહ્યું હાઇકોર્ટે
ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા અને ઈ મેમો નહીં ભરનારા સામે શું કહ્યું હાઇકોર્ટે

By

Published : Jun 16, 2022, 8:11 PM IST

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર(Traffic violators in Ahmedabad) વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા મોટર વ્હીકલ એક્ટ(Motor Vehicle Act) હેઠળ ઈ- મેમો આપવામાં આવે છે. પરંતુ ત્યારબાદ તેની પ્રક્રિયાનો કોઈ પણ યોગ્ય રીતે અમલ કરવામાં આવતો નથી. તેવા આક્ષેપ સાથેની હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.

આ પણ વાંચો:ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો રોકડા પૈસા નથી તેવું બહાનું નહી ચાલે, પોલીસ ડિઝિટલ પેમેન્ટથી વસૂલશે

ઘણા બધા લોકો દ્વારા ઈ-મેમોનો દંડ કરવામાં આવતો નથી -આ સમગ્ર મામલે જાહેર હિતની અરજી કરનારા અરજદારના વકીલની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે, ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા ઈ મેમો(E memo by traffic police) આપવામાં આવતો હોય છે, અથવા તો તેમના ઘરના એડ્રેસ ઉપર તે ઈ મેમો પાઠવવામાં આવતો હોય છે. પરંતુ ઘણા બધા લોકો દ્વારા ઈ-મેમોનો દંડ કરવામાં આવતો નથી, તો તેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા પછી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના લીધે સરકારને અને તેના પૈસાને 122 કરોડનું નુકસાન પહોંચ્યું છે.

નો એન્ટ્રીમાં પણ ઘણીવાર યુ ટર્ન લઈ લેતા વારંવાર નિયમોનો ભંગ કરવાને લીધે દંડ થાય છે - જોકે આ સમગ્ર મામલે હાઇકોર્ટની ટકોર કરતા જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ટુ વ્હીલર ધરાવનારા વાહનચાલકો પર અને વાહન નો એન્ટ્રીમાં પ્રવેશી(Entry of vehicle no entry) જતા હોય છે. જેના લીધે નો એન્ટ્રીમાં પણ ઘણીવાર યુ ટર્ન લઈ લેતા હોય છે. આમાં વાહનચાલક વારંવાર નિયમોનો ભંગ કરવાના લીધે તેમનો દંડ ભેગો થઈને મોટી રકમમાં પરિવર્તિત થઇ જતો હોય છે. છતાં પણ તેમના દ્વારા દંડ ભરવામા આવતો નથી. શું પોલીસ દ્વારા દંડ કરવામાં આવે તો તેમની સાથે સંઘર્ષમાં પણ ઉતરી જતાં હોય છે. આવા ટ્રાફિક નિયમના ભંગને અસંખ્ય ગેસ જજ સમક્ષ પણ અત્યારે પડતર હાલતમાં છે.

આ પણ વાંચો:અમદાવાદ શહેર પર 6 હજાર CCTV કેમેરા વડે નજર રાખતો SASA પ્રોજેક્ટ

હાઇકોર્ટની ટકોર ઈ મેમો નહીં ભરે તો તેમના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવશે - સમગ્ર મામલે હાઇકોર્ટે, ટકોર કરતા કહ્યું છે કે, જો હવે કોઈ પણ ઈ મેમો નહીં ભરે તો તેમના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવશે. અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જોકે આ સમગ્ર મામલે હાઇકોર્ટે સુનાવણી બાદ રાજ્ય સરકાર, DGP, વાહન વ્યવહાર વિભાગના કમિશનર ને નોટિસ પાઠવી છે અને આ અંગે જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યા છે. આ અંગે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details