- કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલા લેવા જરૂરી
- રાજ્ય સરકારે ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ લાદવો જોઈએ - હાઇકોર્ટ
- લોકડાઉન લાગુ કરવા અંગે પરપ્રાંતિયોએ રજૂ કરી પોતાની મનોવ્યથા
ન્યૂઝ ડેસ્ક : રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને કારણે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની ખંડપીઠે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સરકારને કહ્યું હતું કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલા લેવા જરૂરી છે. કોરોનાના સંક્રમણની ચેઈનને તોડવી પણ જરૂરી છે. તેમણે રાજ્ય સરકારને સલાહ આપતાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે રાજ્ય સરકારે ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ લાદવો જોઈએ અને વિકેન્ડ કરફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે તેવી પણ ટકોર કરી હતી. લોકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું નામદાર હાઇકોર્ટે અવલોકન કર્યું હતું.
20 શહેરોમાં રાત્રિ કરફ્યૂ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો
કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે રાજ્ય સરકારે ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ લાદવો જોઈએ અને વિકેન્ડ કરફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે તેવી પણ ટકોર હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યા બાદ કોરોનાની સ્થિતિ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોના નિયંત્રણ અને સંકલન માટે પૂરતી સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચનો અધિકારીઓને આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ચાર મહાનગરપાલિકામાં રાત્રિ કરફ્યૂ હતો તે હવે 20 શહેરોમાં રાત્રિ કરફ્યૂ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ લગાવાયો છે. મુખ્યપ્રધાન દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખી મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરાયો છે.
પરપ્રાંતિય મજૂરો દ્વારા લોકડાઉન લાગુ થાય તો તેમને કેવી મુશ્કેલીમાંથી પસાર થવું પડશે તે અંગે જણાવ્યું
રાજ્યમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોને લોકડાઉનનો ભય સતાવી રહ્યો છે, ત્યારે ETV BHARAT સાથે વાતચીત કરતા પરપ્રાંતિય મજૂરો દ્વારા લોકડાઉન લાગુ થાય તો તેમને કેવી મુશ્કેલીમાંથી પસાર થવું પડશે તે અંગે જણાવ્યું હતું. આ સાથે રાત્રિ કરફ્યૂ અને વિવિધ પ્રતિબંધો તેમજ ચૂંટણી સમયે કોરોના ગાઇડલાઇનનો ભંગ જેવા મુદ્દે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
જેતપુરના સાડી ઉદ્યોગ સાથે જોડાયેલા મજૂરોમાં લોકડાઉન અંગે ઘેરાયા શંકાના વાદળો
રાજકોટ જિલ્લાના જેતપુરને સાડી ઉદ્યોગનું વડુમથક માનવામાં આવે છે. 6 એપ્રિલના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજયના 20 મોટા શહેરોમાં રાત્રી કરફ્યૂનું એલાન કરવામાં આવ્યું છે, ત્યારે જેતપુરના સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા અને તેમાંથી જ રોજગારી મેળવતા મજૂરોમાં ગયા વર્ષ જેવી જ લોકડાઉનની દહેશત અને શંકા જોવા મળી રહી છે.
શું મજૂરો મૂકાશે મુશ્કેલીમાં ?
સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા મજૂરો માંગ કરી રહ્યા છે કે, સરકાર દ્વારા જે રાત્રી કરફ્યૂ લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે યોગ્ય છે, પરંતુ સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવશે તો મજૂરો મુશ્કેલીમાં મૂકાશે.
મોટાભાગના ગુજરાત બહારના લોકો જેતપુરના સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે
ગયા લોકડાઉનમાં જેતપુરના સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા મજૂરો બહુ હેરાન-પરેશાન થયા હતા. તેમજ કારખાનેદારોએ પણ બહુ નુકસાની વેઠી હતી, તેમજ જેતપુરમાં બનતી સાડી પુરા ભારત ઉપરાંત વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. જેમાં ગયા લોકડાઉનમાં સાડી ઉદ્યોગમાં ખુબ જ મોટું નુકસાન થયું હતું.
મજૂરોમાં માસ્ક નામે ઉઘરાવાતા દંડ સામે નારાજગી
સાડીના કારખાનાઓમાં કામ કરતા મજૂરોમાં એકબાજુ લોકડાઉનની દહેશત છે, તો બીજી બાજુ માસ્ક ન પહેરવા બદલ ઉઘરાવવામાં આવતા એક હજારના દંડ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, એક તો રોજગારી ઓછી મળે છે, અને આ દંડ પોસાય એમ નથી. જોકે સાડીના કારખાનેદારો સાથે વાત કરતા તેમણે ETV ભારતને જણાવ્યું હતું કે, જો લોકડાઉન થશે તો તેઓ દ્વારા મજૂરોના રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે.
ભાવનગરના પરપ્રાંતીય શ્રમિકોની એક જ માગઃ લૉકડાઉન લગાવો તો સમય આપજો
સમગ્ર દેશમાં કોરોનાને પગલે લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ભાવનગરમાં ગત વર્ષે લોકડાઉનથી હેરાન પરેશાન થયેલા અને હાલ પરત ભાવનગરમાં રોજીરોટી મેળવવા આવેલા પરપ્રાંતિયોએ સરકાર પાસે માગ કરી છે કે, જો લોકડાઉન લગાવો તો થોડો સમય આપજો.
ભાવનગરમાં હજારો પરપ્રાંતિયો કરી રહ્યા છે કામ
ભાવનગર શહેરમાં આવેલી ચિત્રા GIDC વિસ્તારમાં અનેક યુનિટો આવેલા છે. આ યુનિટમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતિયો કામ કરે છે. રોલિંગ મિલ હોઈ કે હીરાના કારખાનાની ડાઈ બનાવવાનું કારખાનું તમામ જગ્યાએ પરપ્રાંતીયો જોવા મળે છે. ગત વર્ષે કોરોનાના કારણે ટ્રેનના ડબલ ભાડા, બસના ડબલ ભાડાને પગલે પરપ્રાંતિયોને હાલાકી થઈ હતી.
લોકડાઉનને લઈ શું કહ્યું પરપ્રાંતિય મજૂરોએ
ભાવનગરમાં હાલ રાત્રિ કરફ્યૂને પગલે હીરાની ડાઈ બનાવતા કારખાનામાં કામ કરતા આશરે 15 બિહારી શખ્સો પૈકી ત્રણ લોકો પોતાના વતન જવાના છે. ચિત્રા GIDCમાં આવેલા આ હીરાના કારખાનામાં કામ કરતા શખ્સોએ જણાવ્યું હતું કે, લોકડાઉન ભલે કરવામાં આવે પણ પરપ્રાંતિયોને તેમના વતન જવા માટે સરકાર પહેલા વ્યવસ્થા કરે, કારણ કે ગત વર્ષે પોતાના વતનમાં જવા માટે પરપ્રાંતિયોને હાલાકી અને પૈસાનો વેડફાટ થયો હતો.
અલંગમાં આશરે 40 હજાર જેટલા પરપ્રાંતિયો કામ કરી રહ્યા છે
ભાવનગર જિલ્લામાં પરપ્રાંતીય લોકો મોટી સંખ્યામાં રોજીરોટી મેળવવા વસવાટ કરે છે. અલંગમાં આશરે 40 હજાર જેટલા પરપ્રાંતિયો કામ કરી રહ્યા છે, જ્યારે ચિત્રા GIDCમાં પણ આશરે 5 થી 10 હજાર પરપ્રાતિયો કામ કરે છે. આ ઉપરાંત સિહોરમાં આવેલી રોલિંગ મિલોમાં પણ આશરે 5 હજાર કામ કરી રહ્યા છે, ત્યારે GIDCમાં હીરાના કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય સખોના માલિકે જણાવ્યું હતું કે, ગત વર્ષે લોકડાઉનમાં મજૂરોને ખવડાવવાની અને તેમના વતન મોકલવા ભારે હાલાકી થઈ હતી. વાહનો મળતા ન હતા અને ખાદ્ય ચિઝોનો જથ્થો મેળવવામાં તકલીફો થઈ હતી એટલે આ વર્ષે લોકડાઉન ભલે સરકાર કરે પણ એક સપ્તાહનો સમય આપવો જોઈએ.
જામનગર બ્રાસપાર્ટમાં જોડાયેલા શ્રમિકોની લોકડાઉન વિશે પ્રતિક્રિયા
જામનગર જિલ્લાને બ્રાસપાર્ટનું હબ ગણવામાં આવે છે. 6 એપ્રિલના રોજ જ રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજ્યના 20 મોટા શહેરોમાં રાત્રિ કરફ્યૂનું એલાન કર્યું છે. જોકે સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવશે તો લોકોની હાલત અત્યંત દયનિય બની જશે.
શ્રમિકો મુકાશે મુશ્કેલીમાં?
બ્રાસપાર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો માંગ કરી રહ્યા છે કે રાત્રિ કરફ્યૂએ રાજ્ય સરકારનો નિર્ણય બરાબર છે, પણ સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવશે તો શ્રમિકો મુશ્કેલીમાં મુકાશે.
અન્ય રાજ્યના લોકો બ્રાસપાર્ટ સાથે સંકળાયેલા છે