ગુજરાત

gujarat

ETV Bharat / city

પતંગની ખરીદી કરવા અંગે ETV BHARATનો વિશેષ અહેવાલ - દાણીલીમડા

દિવાળી બાદ તરત જ ઉત્તરાયણની પૂર્વ તૈયારી શરૂ થઈ જાય છે. વાંસમાંથી ઢઢ્ઢા કમાન બનાવવાનું અને જાતજાતના આકારની રંગીન પતંગો બનાવવાનું કામ પૂરજોશમાં શરૂ થઈ જાય છે, બીજા બાજુ દોરી રંગવાનું કામ પણ યુદ્ધના ધોરણે શરૂ થાય છે.

પતંગની ખરીદી
પતંગની ખરીદી

By

Published : Jan 13, 2021, 6:42 PM IST

  • પતંગ બનાવવાના વ્યવસાય મુસ્લિમ પરિવારો જોડાયેલા છે
  • કાગળ અને પ્લાસ્ટિકના પતંગ બને છે
  • અમદાવાદમાં અનેક પ્રકારના પતંગ બને છે

અમદાવાદ : પતંગની ખસિયત અને પ્રકાર વિશે વાત કરતા અમદાવાદના પતંગના વેપારી ઇકબાલ બેલીમએ જણાવ્યું કે, પતંગ એટલે આમ તો કાગળનો ટૂકડો, જેને બે લાકડીના સહારે આકાર આપી આકાશમાં ઉડવા લાયક બનાવાય છે. કાગળ, જાતભાતની પ્રિન્ટ્સ અને કલર દ્વારા વિવિધ નામકરણ થાય છે. પતંગના અલગ અલગ પ્રકાર છે. જેમ કે, ચાંદદાર, ઘેસીયો, ચિલ, પાવલો, ફુદ્દી, પૂછડિયો પતંગ, ઢાલ, રોકેટિયા પતંગ, આંખેદાર પતંગ, પ્લાસ્ટિકના પતંગ હોય છે. રાત્રે મોડે સુધી પેટ્રોમેક્ષના અજવાળે કે ભારે વોલ્ટેજના ગોળા લગાવીને ધંધાદારી દોરીને રંગ અને કાચ પાય છે. આજે આપણે પતંગના કોચિંગ કલાસમાં પતંગ કેવી ખરીદવી જોઈએ તેના પર જોઈએ ETV BHARATનો વિશેષ અહેવાલ...

પતંગની ખરીદી કરવા અંગે ETV BHARATનો વિશેષ અહેવાલ

આ વિસ્તારમાં વધુ પતંગ બને છે

અમદાવાદના દાણીલીમડા, જમાલપુર, શાહઆલમ, ખાડીયા, ગોમતીપુર, સારંગપુર, બાપુનગર આ વિસ્તારોમાં પતંગ બને છે. આ પતંગ બનાવવાના વ્યવસાયમાં મુસ્લીમ પરિવારો જોડાયેલા હોય છે. દિવાળી બાદ તેમને પતંગ બનાવવાનું શરૂ કરી દે છે.

ચોરસ પતંગ વધુ બને છે અને વધુ વેચાય છે.

પતંગ કાગળ અને પ્લાસ્ટિકના બને છે. કાગળનું કટિંગ થાય અને કમાન અને ઢઢ્ઢાનું પતંગની સાઈઝ પ્રમાણે કટિંગ થાય છે. જે બાદ પતંગ બનાવવાનું શરૂ થાય છે. પતંગ ચોરસથી માંડીને લંબચોરસ અને ત્રિકોણ આકારના બને છે. સામાન્ય રીતે ચોરસ પતંગ આકાશમાં વધુ ઊંચે પડે છે અને પતંગ રસિકોને તે વધુ પસંદ પડે છે. જેથી ચોરસ આકારના પતંગ વધુ બને છે, અને તે માર્કેટમાં વધુ વેચાય છે.

પતંગ ચગાવનારાઓની અલગ પસંદ હોય છે

પતંગની પ્રકૃતિ ચગાવનારા અને ઉડાવનારની ઈચ્છા પ્રમાણે પર ઉડતા રહેવાની, આકાશ આંબવાની, પરંતુ પતંગ પોતે ગમે તેટલો સુંદર, સક્ષમ કે મજબૂત હોય કે, ઉડાવનારા કેટલોય પાવરધો હોય, તેને બે પરિબળની જરૂર રહે જ છે. જેના વગર આકાશ જીતવાનું તો દૂર, ઉડી પણ ન શકાય. એક મજબૂત દોર અને બીજું સાનુકૂળ પવન.

આપણા જીવન સાથે પતંગની સરખામણી

આપણા સ્વપ્ન અને મહત્વકાંક્ષા પણ પતંગ જ છે. જેને સાકાર કરવા આ બે જ પરિબળ જરૂરી છે. દોર એટલે પ્રયત્ન, કાચો દોર સાનુકૂળ પવન હોવા છતાં પતંગનો ભાર ન ઝીલી શકે અને તૂટી જાય. તેમ પ્રયત્ન કાચા-અધૂરા હોય તો આપણા સ્વપ્ન ભાંગી પડે. બીજું સાનુકૂળ પવન એટલે સાતત્ય. જેમ પતંગને સતત સારો પવન ન મળે તો મજબૂત દોર હોવા છતાં ભોંય પર પટકાઈ છે. આપણામાં સાતત્ય ન હોય તો પ્રયત્ન ફ્ળે નહીં. વળી દોર સરસ, મજબૂત તેમજ પવન સાનુકૂળ હોય પણ પતંગ જ ખરાબ હોય તો ય મંઝિલ – આકાશ પામે નહીં. લક્ષ્ય જ ખોટું હોય તો સારા પ્રયત્ન, સાતત્ય પણ વ્યર્થ. પતંગ, દોર અને પવનનો ત્રિવેણી સંગમ સ્વપ્નને સાકાર કરે છે.

સતત પ્રયત્નો કરવાથી તમારો પતંગ આકાશને આંબશે

પતંગના વેપારીએ વધુમાં જણાવ્યું કે, ઘણી વખત દોરી સારી અને પવન સરળ હોવા છતાં પતંગ ગુલાંટ મારી દે છે કારણ વગર જ. પ્રયત્ન યોગ્ય અને સાતત્ય હોવા છતાં ક્યારેક સ્વપ્ન સાકાર થતા નથી. ગુલાંટ મારતા પતંગને ઉતારી નવો પતંગ ચઢાવીએ તેમ સ્વપ્ન સાકાર કરવા થોડો બદલાવ કરી ફરી પ્રયત્ન આરંભ કરવો પડે છે. મજબૂત દોરીને કારણે હાથના આંગળા સુદ્ધા કપાઈ જાય છે, પરંતુ ઉપર આકાશમાં રાજ કરતા પતંગનો આનંદ આવા દુઃખ-દર્દ નગણ્ય બનાવે છે. પ્રયત્નો કષ્ટદાયક, દુઃખદાયક હોય પરંતુ અંતિમ લક્ષ્ય પ્રાપ્ત થતા, સફ્ળ થતા જે તૃપ્તિ થાય છે એની આગળ આવા કષ્ટ પ્રિય લાગે છે.

પતંગ + મજબૂત દોર + સાનુકૂળ પવન = આકાશ વિજય/ સ્વપ્ન સાકાર

પતંગ કહે છે કે, જીવનમાં બેલેન્સ બરાબર હોય તો જ ઊંચી ઉડાન ભરી શકાય. તો આવો! આ ઉત્તરાયણે ઊંચી ઉડાનના સપના સાથે આપણે સૌ પતંગમાંથી પ્રેરણા લઈ ઉત્સાહપૂર્વક મકરસંક્રાંતિ મનાવીએ… હેપ્પી ઉત્તરાયણ

ABOUT THE AUTHOR

...view details