- અમદાવાદ સિવિલમાં કોવિડના દર્દીઓ અંગે વિશષ્ટ વ્યવસ્થા
- કોરોનાગ્રસ્ત દર્દી ચીજવસ્તુઓ ભૂલી જાય તો લોકઅપ રૂમમાં મુકાય છે
- કેટલાક કિસ્સાઓમાં દર્દીના મૃત્યુ પછી પરિવારજનનો સંપર્ક ન થાય તો ચીજવસ્તુઓ પોલીસને સોંપવામાં આવે છે
અમદાવાદઃ હોસ્પિટલમાં દાખલ દર્દીઓનું કોરોનાના કારણે મૃત્યુ થાય તો ત્યારબાદ તે વ્યક્તિનો માલસામાન ખોવાઈ જવાની અનેક ફરિયાદ ઉઠી હતી. ત્યારે આવા સમયે સિવિલની કોવિડ હોસ્પિટલમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં જે પણ દર્દીનું મોત થાય તે દર્દીનો સામાન તેમના સગાંઓનો સંપર્ક કરી તેમને પરત કરવામાં આવે છે. કેટલોક સામાન લોકઅપમાં તો કેટલોક સામાન પોલીસને સોંપવામાં આવે છે.
આ પણ વાંચોઃસુરતમાં મ્યુકોરમાઈકોસીસના દર્દીને આયુર્વેદ અને હોમિયોપેથીની દવાથી સ્વસ્થ કરાયા હોવાનો દાવો
કોરોનાનો દર્દી દાખલ થાય ત્યારથી ડિસ્ચાર્જ અથવા મૃત્યુ થાય ત્યાં સુધી કેવી થાય છે તેમના સામાનની દેખરેખ
કોરોનાનો દર્દી સિવિલમાં 1,200 બેડમાં દાખલ થવા આવે ત્યારે પરિવારજનની હાજરીમાં દર્દીની એડમિશન કાર્ડ બનતું હોય છે, જેને બીજી ભાષામાં દર્દી દાખલ થાય ત્યારે તેની નોંધણી કરવામાં આવતી હોય છે.. નોંધણી થયા બાદ તે દર્દી વોર્ડ તરફ મોકલવામાં આવે છે, પરંતુ આ પહેલા એક બીજી પ્રક્રિયા થતી હોય છે, જેમાં દર્દીના પરિવારજનને દર્દી સાથે કિંમતી સામાન ન લઈ જવા વિનંતી કરવામાં આવતી હોય છે. તેમ છતાં દર્દી મોબાઈલ અથવા અન્ય ચીજવસ્તુઓ લઈને વોર્ડમાં જાય તે પહેલાં દર્દી અને તેમના પરિવારજનની હાજરીમાં નોંધણી બુકમાં ચીજવસ્તુઓ સહિત મોબાઈલ જેવી અનેક બાબતની નોંધણી કરી દેવામાં આવતી હોય છે.. ત્યારબાદ દર્દીને વોર્ડમાં મોકલવામાં આવતા હોય છે.
દર્દી ડિસ્ચાર્જ થાય અથવા મૃત્યુ થાય ત્યારે તેઓના સામાન શું થાય?
દર્દીના ડિસ્ચાર્જ સમયે તેઓના નોંધણી બુકમાં રહેલા સામાન તપાસ કરવામાં આવતો હોય છે. જોકે, દર્દીનું મૃત્યુ થાય અને તે સમયે દર્દીના પરિવારજનો સામાન લેવાનું રહી જાય અથવા ભૂલી જાય તેવા કિસ્સામાં તેઓને સામાન અંગે થઈ ફોન કરવામાં આવે તેઓનો સંપર્ક કરવામાં આવતો હોય છે. છતાં ન આવે તો તે ચીજવસ્તુઓને વ્યવસ્થિત લૉક કરી નામ અને અન્ય બાબતની નોંધણી કરી લોકઅપ રૂમમાં મૂકી દેવામાં આવતો હોય છે.
આ પણ વાંચોઃડાકોરમાં લોકડાઉનમાં પોલીસે જ પ્રજાને ઠગી