અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા રદ થતાં નિરાશ ભક્તોએ શું કહ્યું? જૂઓ વિડીયો - જગન્નાથ રથયાત્રા
અમદાવાદ શહેરમાં પ્રખ્યાત જગન્નાથ મંદિરની રથયાત્રા દર અષાઢી બીજે શહેરમાં ભગવાનની નગરચર્યા યોજાતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાવાયરસના કારણે આ રથયાત્રા નગરચર્યા કરશે નહીં. સુપ્રીમ કોર્ટે પુરીની રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યા પછી ગુજરાત હાઈકોર્ટે પણ એક નાગરિકની પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન ઉપર રથયાત્રા ઉપર સ્ટે મૂક્યો છે. જેને લઇને અમદાવાદ શહેરના નાગરિકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી.

અમદાવાદઃ આ વર્ષે જગન્નાથ મંદિરની આ 143ની રથયાત્રા યોજાવાની હતી. પરંતુ અમદાવાદ શહેર કોરોનાવાયરસનું હબ બન્યું છે. અમદાવાદ શહેરમાં 18 હજાર કરતાં વધુ કોરોનાવાયરસના દર્દીઓ નોંધાઇ ચૂક્યાં છે. રથયાત્રા જે રૂટ પરથી પસાર થાય છે. તે ગીચ વિસ્તારમાં કોરોનાવાયરસના માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન પણ આવેલાં છે. તેથી છેલ્લી ઘડી સુધી રથયાત્રા કાઢવા વિશે સરકાર અસમંજસમાં રહી, ત્યારે હાઈકોર્ટે રથયાત્રા કાઢવા ઉપર સ્ટે મૂકી દીધો છે.આ વર્ષે રથયાત્રા નીકળે તે જાણીને દર વર્ષે ભગવાનની રાહ જોતાં ભક્તો મોટાપાયે નિરાશ થયાં છે. ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધાઓ જેમના મનમાં જગન્નાથના દર્શન કરવાની ખાસ આસ હતી અને તેઓ તેમને એકમાત્ર આરાધ્ય માને છે. તેમનાં દર્શન ન થતાં તમામમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું.