ગુજરાત

gujarat

ETV Bharat / city

જુઓ...અમદાવાદીઓએ મોંઘવારી અંગે શું કહ્યું?

દિવસેને દિવસે વધતી મોંઘવારી વચ્ચે આમ નાગરિક પીસાતો જાય છે. પેટ્રોલ હોય, અનાજ હોય, કે પછી શિક્ષણ કે આરોગ્ય, મોંઘવારીએ મધ્યવર્ગી પરિવારના દૈનિક બજેટ ઉપર કતાર ચલાવવા જેવી પરિસ્થિતિ ઉભી કરી છે. ત્યારે અમદાવાદની જનતા શુ કહી રહી છે આવો જાણીએ...

જુઓ...અમદાવાદીઓએ મોંઘવારી અંગે શું કહ્યું?
જુઓ...અમદાવાદીઓએ મોંઘવારી અંગે શું કહ્યું?

By

Published : Mar 9, 2021, 4:31 PM IST

  • વધતી મોંઘવારી સામે આમ જનતા બેહાલ
  • પેટ્રોલ ડીઝલના ભાવ સામે જનતા લાચાર
  • સરકાર મોંઘવારી કંટ્રોલ કરે તેવી લોકોની આપેક્ષા
  • તેલના ડબ્બામાં હજાર રૂપિયા જેવો ભાવ વધારો

આ પણ વાંચોઃEXCLUSIVE : ધારાસભ્ય દ્વારા સાયકલ પર ગેસનો બાટલો બાંધી ઇંધણમાં ભાવ વધારાનો વિરોધ

અમદાવાદઃ ખાદ્ય તેલમાં થયેલો ભાવ વધારો સૌ કોઈ માટે ચિંતાનો વિષય છે. મહિલાઓનું કહેવું છે કે, કોરોના કાળ દરમિયાન 1400 રૂપિયામાં મળતો તેલનો ડબ્બો આજે 2000 રૂપિયામાં મળે છે. વધુમાં અનાજ અને ગેસના બટલમાં પણ ધરખમ ભાવ વધારો થયો છે.

પેટ્રોલ ડીઝલના ભાવ સામે જનતા લાચાર
આ પણ વાંચોઃહાય રે મોંઘવારી, પેટ્રોલ-ડીઝલનો ભાવ 100 રૂપિયાને પાર

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ ચિંતાનો વિષય

કોરોના બાદ વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ સામે દરેક વ્યક્તિએ મજબૂર થવું પડી રહ્યું છે. લોકોનું કહેવું છે કે, જો આજ પરિસ્થિતિ રહી તો થોડાક જ સમયમાં પેટ્રોલ અને ડીઝલ 100 રૂપિયા લીટર મળશે.

સરકાર મોંઘવારી ઘટાડે તેવી લોકોની અપેક્ષા

ETV Bharatના માધ્યમથી જનતાનું કહેવું છે કે, સરકારે ભાવ વધારા ઉપર અંકુશ મેળવવો જ જોઈએ. જે વસ્તુઓમાં સરકાર ભાવ વધારો કંટ્રોલ કરી શકતી હોય તેમાં ઘટાડો કરી આમ જનતાને રાહત આપવી જોઈએ

ABOUT THE AUTHOR

...view details