ગુજરાત

gujarat

By

Published : Jun 9, 2021, 10:38 PM IST

ETV Bharat / city

Western Railways દ્વારા 7420 ટનથી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરાયું

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછત સર્જાતા દેશભરમાં ઓક્સિજનના પરિવહન માટે રેલવેની મદદ લેવામાં આવી હતી. 8 જૂન, 2021 સુધીમાં ભારતીય રેલવે દ્વારા Oxygen Express Trains મારફતે વિવિધ રાજ્યોને 1603 ટેન્કરો દ્વારા 27,600 મેટ્રિક ટનથી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન ( Liquid Medical Oxygen ) પહોંચાડ્યું છે.

Western Railways દ્વારા 7420 ટનથી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરાયું
Western Railways દ્વારા 7420 ટનથી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરાયું

  • Western Railways દ્વારા 84 Oxygen Express Trains નું પરિચાલન કર્યું
  • ગુજરાતથી દેશના વિવિધ ભાગોમાં Oxygen Express દોડાવવામાં આવી
  • કોરોનાકાળમાં ઓક્સિજન પરિવહન માટે રેલવે શ્રેષ્ઠ સાધન સાબિત થયું


અમદાવાદ : દેશભરના વિવિધ રાજ્યોમાં Oxygen Express Trains દોડાવવાના પ્રયત્નો ચાલુ રાખતા પશ્ચિમ રેલવે ( Western Railways ) દ્વારા લિક્વિડ મેડિકલ ઓક્સિજન ( Liquid Medical Oxygen ) ના પરિવહન માટે 84 Oxygen Express Trains દોડાવવામાં આવી છે. આ ટ્રેનો ગુજરાતથી દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, કર્ણાટક અને મહારાષ્ટ્ર માટે દોડાવવામાં આવી છે.

રાજકોટ ડિવિઝનમાં હાપાથી 41 ઓક્સિજન એકસપ્રેસ ટ્રેન દોડી

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવેએ અત્યાર સુધીમાં 84 Oxygen Express Trains દોડાવી છે અને આ ટ્રેનોમાં 399 ટેન્કરો દ્વારા લગભગ 7420 લિક્વિડ મેડિકલ ઓક્સિજન ( Liquid Medical Oxygen ) નું પરિવહન કરવામાં આવેલ છે. રાજકોટ ડિવિઝનમાં હાપાથી 41 ઓક્સિજન એકસપ્રેસ ટ્રેનો દિલ્હી, ગુડગાંવ, કલંબોલી, કનકપુરા અને કોટા માટે દોડાવવામાં આવી હતી અને 223 ટેન્કર દ્વારા 4227.25 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન ( Liquid Medical Oxygen ) નું પરિવહન કરવામાં આવ્યું હતું જ્યારે 28 Oxygen Express Trains કાનાલુસથી બેંગ્લોર, ગુંટુર, કનકપુરા, ઓખલા અને સનતનગર માટે દોડાવવામાં આવી હતી તથા 136 ટેન્કરો દ્વારા 2542.15 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ડિવિઝનથી 24 ઓક્સિજન ટ્રેન દોડી

અમદાવાદ ડિવિઝનમાં મુન્દ્રા પોર્ટથી પાટલી, સનતનગર અને તુગલકાબાદ માટે 7 Oxygen Express Trains દોડાવવામાં આવી હતી અને 24 ટેન્કર દ્વારા 421 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન ( Liquid Medical Oxygen ) નું પરિવહન કરાયું હતું. આવી જ રીતે, 8 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ભટિંડા અને દિલ્હી માટે Oxygen Express Trains દોડાવવામાં આવી હતી, જેમાંથી 5 ટ્રેનો વડોદરાથી રવાના થઈ હતી અને 10 ટેકરો દ્વારા 157.75 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન ( Liquid Medical Oxygen ) નું પરિવહન કરવામાં આવ્યું હતું, જ્યારે 3 ટ્રેનો હજીરા પોર્ટથી દોડાવવામાં આવી હતી અને 6 ટેન્કરો દ્વારા 72.64 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરાયું હતું.

ABOUT THE AUTHOR

...view details