ગુજરાત

gujarat

ETV Bharat / city

પશ્ચિમ રેલવેની 500 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દ્વારા વતન પહોંચ્યાં 7 લાખ શ્રમિકોઃ રેલવે PRO

કોરોના લૉક ડાઉનમાં સૌથી વધુ અસરગ્રસ્ત એવા શ્રમિકોની વતનવાપસીનો મુદ્દો ખૂબ જ સંવેદનશીલ બની રહ્યો છે. દેશભરમાં ભારતીય રેલવે દ્વારા શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવા માટે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ રેલમંડળ પશ્ચિમ રેલવે મંડળના પીઆરઓ દ્વારા વિગતો આપવામાં આવી હતી.

પશ્ચિમ રેલવેની 500 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દ્વારા વતન પહોંચ્યાં 7 લાખ શ્રમિકોઃ રેલવે PRO
પશ્ચિમ રેલવેની 500 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દ્વારા વતન પહોંચ્યાં 7 લાખ શ્રમિકોઃ રેલવે PRO

By

Published : May 18, 2020, 8:19 PM IST

અમદાવાદઃ કોરોના વાયરસ રોગચાળા સામેની લડતમાં ઘણાં લોકોના જીવન ગંભીર રીતે અસરગ્રસ્ત થયા છે. આ દરમિયાન 1 મે, 2020 ના રોજ, આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ નિમિત્તે ભારતીય રેલવેેએ દેશભરના શહેરોમાં લૉક ડાઉન દરમિયાન ફસાયેલા પરપ્રાંતિ મજૂરોને તેમના વતનમાં પાછા લાવવાની નોંધપાત્ર પહેલ કરી હતી. આ અનોખી અને ઉદાર પહેલમાં નોંધપાત્ર યોગદાનમાં આપતા 2 મે થી,16 મે 2020 સુધી પશ્ચિમ રેલવે દેશભરમાં જુદા જુદા શહેરો માટે 500 શ્રમિક વિશેષ ટ્રેનો સફળતાપૂર્વક ચલાવવામાં આવી છે, આના પરિણામે આશરે 7 લાખ પ્રવાસી શ્રમિક પોતપોતાના વતનમાં પહોંચી ગયાં છે.

પશ્ચિમ રેલવેની 500 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દ્વારા વતન પહોંચ્યાં 7 લાખ શ્રમિકોઃ રેલવે PRO

પશ્ચિમ રેલવે મુખ્ય જનસંપર્ક અધિકારી રવીન્દ્ર ભાકર દ્વારા જારી કરાયેલ અખબારી યાદી મુજબ, આ વિશેષ ટ્રેનોમાં સૌથી વધારે 349 ટ્રેન ઉત્તરપ્રદેશ માટે 56 બિહાર, 39 ઓરિસ્સા, 26 મધ્યપ્રદેશ અને 11 ઝારખંડ માટે ચલાવવામાં આવી હતી. જ્યારે 6-6 ટ્રેનો છત્તીસગઢ અને રાજસ્થાન , 4 ટ્રેનો ઉત્તરાખંડ રાજ્ય માટે અને 1-1 મણિપુર, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર રાજ્યો માટે પણ ચલાવવામાં આવી હતી. જેના દ્વારા 2 મે, 2020 થી 16 મે 2020 સુધીમાં દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 6,99,931 મુસાફરો તેમના વતન પહોંચ્યાં.

આ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોએ વહેલી તકે મોટી સંખ્યામાં અટવાયેલા પરપ્રાંતીય મજૂરોને તેમના વતનમાં લઈ જવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 16 મે 2020 ના રોજ, ફક્ત એક જ દિવસમાં પશ્ચિમ રેલવે કુલ 61 શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવી આવી હતી, જે ઉત્તર પ્રદેશ (45 ટ્રેન), બિહાર (5 ટ્રેન), ઝારખંડ (2 ટ્રેન), ઓરિસ્સા (4 ટ્રેન), મધ્ય પ્રદેશ (2 ટ્રેન), પશ્ચિમ બંગાળ (1 ટ્રેન) છે. છત્તીસગઢ ( 1 ટ્રેન) અને ઉત્તરાખંડ (1 ટ્રેન) ચલાવવામાં આવી હતી. આ વિશેષ ટ્રેનોમાં 1200 થી 1700 મુસાફરો ન સામાજિક અંતરના ધોરણોને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં માં આવી રહી છે. ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા હેઠળ ટ્રેનમાં ચઢતાં પહેલાં મુસાફરોની યોગ્ય થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે શ્રમિકો અને તેમના પરિવારને ટ્રેનની મુસાફરી દરમિયાન નિ:શુલ્ક ભોજન અને પેકેજ્ડ પીવાનું પાણી આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details