અમદાવાદ: પશ્ચિમરેલવેનિયમિત ટિકિટ ચેકિંગ ડ્રાઇવ (Western Railway Ticket checking drive) ચલાવી રહી છે. આ સઘન ડ્રાઇવ સાથે વેસ્ટર્ન રેલવેએ એપ્રિલ, 2021થી ડિસેમ્બર, 2021 (Western Railway Fine 2021)ના સમયગાળા દરમિયાન ટિકિટ વગરના મુસાફરો પાસેથી 68 કરોડ (Traveling Without Ticket In Train), જ્યારે માસ્ક વિનાના કેસમાં 41.09 લાખ રૂપિયા (traveling Without Mask In Train) દંડ તરીકે વસૂલ્યા છે.
ટિકિટ વગરની મુસાફરીના 11.76 લાખ કેસ
એપ્રિલ 2021થી ડિસેમ્બર 2021 દરમિયાન હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાનટિકિટ વિનાના મુસાફરીના લગભગ 11.76 લાખ કેસો નોંધાયા છે, જેમાં 68 કરોડનો દંડ વસુલાયો છે. આ સમયગાળા દરમિયાન રિઝર્વ ટિકિટોના ટ્રાન્સફરના 8 કેસ (transfer of reserve ticket in railways) મળી આવ્યા હતા અને રૂપિયા 12,085ની વસૂલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત 413 ભિક્ષુકો અને 534 અનધિકૃત ફેરિયાઓ (Unauthorized hawkers in Indian railway)ની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 175 વ્યક્તિઓ પસેથી 60,515 રૂપિયા લેણા તરીકે વસૂલ કરવામાં આવ્યા હતા. 359 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને રૂપિયા 1,33,670 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.