- સમગ્ર ગુજરાતમાં 'તૌકતે' ચક્રવાતની અસર
- કોરોના મહામારીમાં ચક્રવાત દાઝ્યા પર ડામ સમાન
- આ સ્થિતિમાં પણ ગુજરાતમાંથી ઓક્સિજન સપ્લાય ચાલુ
- 16મેથી રાજ્યમાંથી 214 અને 17 મેએ 151 ટન ટન ઓક્સિજનનું પરિવહન કરાયું
અમદાવાદઃ એક તરફ સમગ્ર રાજ્યની માથે તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ ઓક્સિજન સપ્લાય ચાલુ જ રાખ્યો છે. 25 એપ્રિલથી પશ્ચિમ રેલવેએ ઓક્સિજન ટેન્કર મારફતે લિકવિડ મેડિકલ ઓક્સિજન સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું અને વિવિધ રાજ્યોમાં દરરોજ સરેરાશ 134 ટન ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. પશ્ચિમ રેલવેએ અત્યાર સુધીમાં તેના ટર્મિનલમાંથી વિવિધ રાજ્યોમાં ઓક્સિજનનો અવિરત પૂરવઠો સુનિશ્ચિત કરતા 3,057 ટન ઓક્સિજનનું પરિવહન કર્યું છે અને ચક્રવાતના કારણે સર્જાયેલી પરિસ્થિતિ હોવા છતાં લિક્વિડ મેડિકલ ઓક્સિજનના લોડિંગ અને પરિવહનની ખાતરી કરવાનું ચાલુ રાખ્યું છે.
16મેથી રાજ્યમાંથી 214 અને 17 મેએ 151 ટન ટન ઓક્સિજનનું પરિવહન કરાયું આ પણ વાંચોઃજામનગરના હાપા રેલવે સ્ટેશનથી ઓક્સિજન એક્સપ્રેસ મારફતે ગુડગાવ ઓક્સિજન મોકલાયો મધ્ય રેલવે પણ ઓક્સિજન ટ્રાન્સપોર્ટ માટે તૈયાર
મધ્ય રેલવેએ પણ ચક્રવાતથી ઉદ્ભવતી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા અને ઓક્સિજન એક્સપ્રેસની હલનચલનને સામાન્ય રાખવા સંપૂર્ણપણે તૈયાર છે. મધ્ય રેલવેએ 17 મેએ 8 ખાલી ઓક્સિજન ટેન્કર ઓડિશાના અંગુલમાંથી ઓક્સિજન ભર્યા પછી નાગપુર પાછા લાવવા નાગપુરથી અંગુલ મોકલ્યા હતા.
આ પણ વાંચોઃl એન્ડ Tએ સુરતમાં હોસ્પિટલ્સને પ્રથમ બે મેડિકલ–ગ્રેડ ઓક્સિજન જનરેશન યુનિટ્સ કર્યાં ડિલિવર
વડોદરાના ચક્રવાત અસરગ્રસ્ત વિસ્તારોમાં તેના ટર્મિનલમાંથી કોઈ વિક્ષેપ વિના ઓક્સિજન (LMO) સપ્લાય કરવાનું ચાલુ રાખ્યું ચક્રવાતમાં ઓક્સિજન સપ્લાય ચાલુ રાખવા ઉચ્ચ અધિકારીઓ વચ્ચે વાતચીત
પશ્ચિમ અને મધ્ય રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને ચક્રવાતમાંથી ઉદ્ભવેલી પરિસ્થિતિને પહોંચી વળવા આયોજન અને તૈયારી કરવાનો નિર્દેશ આપ્યા હતા. આલોક કંસલ ચક્રવાત દરમિયાન લિક્વિડ મેડિકલ ઓક્સિજનના પરિવહન પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યા છે અને તેમણે ગુજરાતના મુખ્ય સચિવ અને મ્યુનિસિપલ કમિશનર, બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વાતચીત કરી હતી. આથી ચક્રવાતનો સામનો કરવામાં રેલવેને સંપૂર્ણ ટેકો આપવામાં આવે અને આ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઓક્સિજનનું પરિવહન ચાલુ રાખવામાં આવે.
ગુજરાતના હાપાથી થઈ રહ્યો છે, ઓક્સિજન સપ્લાય
16 અને 17 મેએ દેશના વિવિધ ભાગોમાં અનુક્રમે 214 ટન અને 151 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું હતું. 16 મેએ પશ્ચિમ રેલવેએ ગુજરાતના હાપાથી 3 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરી હતી. તેમાંથી 2 દિલ્હી કેન્ટ સુધી સંચાલિત થઈ હતી. જ્યારે બીજી ટ્રેન ઉત્તર પ્રદેશના કંકાપૂરા સુધી સંચાલિત થઈ હતી. આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો માટે ટેન્કર્સ મેસર્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, જામનગર દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. 17 મેએ પશ્ચિમ રેલવેએ વડોદરાથી દિલ્હી કેન્ટ સુધી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી હતી. આ માટે મેસર્સ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટિલ દ્વારા ટેન્કર પૂરા પાડવામાં આવ્યા હતા. તે જ દિવસે હાપાથી દિલ્હી કેન્ટ સુધી બીજી ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવામાં આવી હતી.
પશ્ચિમ રેલવેએ દેશના વિવિધ ભાગમાં ઓક્સિજન મોકલ્યો
પશ્ચિમ રેલવેએ આંધ્રપ્રદેશ, તેલંગાણા, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશમાં તેની 34 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો મારફતે અત્યાર સુધીમાં 3,057 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કર્યું છે.