અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સર્જાયું, આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી - ગુજરાત હવામાન
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દક્ષિણ કાંઠાના દરિયાકિનારાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેશર સર્જાયું છે. જેના કારણે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ગુજરાતના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સર્જાયું, આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા વોલમાર્ક લો પ્રેશરના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. જેના કારણે આગામી 24 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં પલટો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.