ગુજરાત

gujarat

ETV Bharat / city

Weddings trends 2021: અમદાવાદમાં વેડિંગ શોપિંગમાં કેવો છે ટ્રેન્ડ ?

બદલાતાં સમયની સાથે લોકોના પારંપરિક પ્રસંગોમાં પણ ઘણું બદલાઇ જતું હોય છે. વાત જો લગ્નની સીઝનની કરીએ તો કોરોનાકાળના ( Corona Pandemic ) સૂનકાર પછી આવેલી આ લગ્ન સીઝનમાં અમદાવાદ જેવા મહાનગરમાં અનેક નવીનતાઓ ( trending in 2021 weddings ) જોવા મળી રહી છે. તો ચાલો જાણીએ કે 2021ની આ લગ્ન સીઝનમાં અમદાવાદમાં શું ટ્રેન્ડિંગમાં ( Weddings trends 2021 ) છે.

Weddings trends 2021: અમદાવાદમાં વેડિંગ શોપિંગમાં કેવો છે ટ્રેન્ડ ?
Weddings trends 2021: અમદાવાદમાં વેડિંગ શોપિંગમાં કેવો છે ટ્રેન્ડ ?

By

Published : Nov 24, 2021, 5:19 PM IST

● દેવદિવાળીએ શરૂ થયેલી લગ્નની સિઝન પોષ સુદ અગિયારસ સુધી

● કોરોનાના બે વર્ષ બાદ લગ્ન સિઝન ખીલી

● વ્યાપારીઓને સારી ઘરાકી

અમદાવાદઃ કોરોનાના બે વર્ષ બાદ લગ્નસરાની સિઝન ( Weddings trends 2021 ) ખીલી છે. નવા વર્ષમાં લગ્નસરાના આશરે કુલ 70 દિવસના મુર્હત છે. દેવદિવાળીથી શરૂ કરીને ઉત્તરાયણના આગલા દિવસ સુધી ઠંડીની મોસમમાં લગ્નસરાની સિઝન છે. ત્યારે આ વખતે દિવાળી પણ લોકોએ ધામધૂમથી ઉજવી છે. દિવાળી બાદ લગ્નની સિઝનમાં પણ કપડા, જ્વેલર્સ, પગરખા, કટલરી અને બ્યુટી પ્રોડક્ટના વેપારીઓને લાભ થયો છે.

ઘરેણાની ખરીદી

દિવાળી અને લગ્નની સિઝન ભારતના અર્થતંત્ર અને સ્થાનિક બજારો માટે લાભદાયી નીવડે છે. ચાલુ વર્ષમાં પુષ્યનક્ષત્રમાં તેમજ ધનતેરસના દિવસે જ લગ્નસરાને ( Weddings trends 2021 ) ધ્યાનમાં રાખીને શહેરીજનોએ સોના-ચાંદીની જવેલરીની ( Gold-silver jewelry ) ખરીદી કરી લીધી છે. જેનું અમદાવાદમાં 300-400 કરોડનું માર્કેટ છે. નવયુગલ માટે સામાન્ય રીતે સોના-ચાંદીના ઘરેણાની ખરીદી થતી હોય છે. જે તેમને ભવિષ્યમાં પણ કામમાં લાગે છે. જ્યારે યુગલના નજીકના સગાઓ સિવાય જાનૈયાઓ મોટાભાગે ઇમિટેશન જ્વેલરી ( Imitation Jewelry ) પસંદ કરતા હોય છે. જેમાં આકર્ષક ડિઝાઇન અને ઓછા ભાવે સોના અને ચાંદીનો ઢોળ ચડાવેલ ઇમિટેશન જ્વેલરી ( trending in 2021 weddings ) બજારમાં ઉપલબ્ધ હોય છે.

શું છે લોકોનો વિચાર ?

વર્તમાન યુવાપેઢી લગ્નમાં ભારે ખર્ચ કરવાને બદલે ભવિષ્યના ઇન્વેસ્ટમેન્ટનું ( Future investment ) વિચારતી હોય છે. આથી તેઓ ભારે ભરચક અને મોંઘા કપડાંને બદલે કમ્ફર્ટેબલ વસ્તુ પસંદ કરતા હોય છે. જેમ કે, આજના સમયમાં નવવધુ મોટાભાગે એક જોડી ઘરચોળું અને જોડે ગોલ્ડનો એક સેટ અને ઇયરિંગ્સ વધારે પસંદ કરે છે. જ્યારે પહેલાના સમયમાં વધારે કપડાં અને ઘરેણાંની ખરીદી કરવામાં આવતી. સાથે જ હવે એક જ કાપડમાં વિવિધ ભાતની ડિઝાઇનની જગ્યાએ કોઈ એક જ ભાતની સાદી ડિઝાઇન પર પસંદગી ( Weddings trends 2021 ) વધુ જોવા મળી રહી છે.

અમદાવાદમાં કપડાં, ઘરેણાં, પગરખાંના ટ્રેન્ડ

પગરખામાં મોજડીનો ટ્રેન્ડ યથાવત

ઇમિટેશન જ્વેલરી મોટા પાયે ગુજરાતમાં સુરત ખાતે બનતી હોય છે. પરંતુ મોજડી મોટા પાયે રાજસ્થાનથી આવતી હોય છે. તેમાં પણ જોધપુરી મોજડીનું ચલણ ( Weddings trends 2021 ) વધારે જોવા મળી રહ્યું છે.

એક જ જગ્યાએ તમામ વસ્તુ મળે તેવો આગ્રહ

ખરીદી કરવા આવેલ એક યુવતીએ જણાવ્યું હતું કે, તેઓ લગ્નના વ્યવહારમાં આપવા માટે જામનગરની બાંધણીની ખરીદી કરવા આવ્યા છે. તેઓ અમદાવાદના એવા વિસ્તારમાં જઈને ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે કે, નજીકમાંથી જ તેમને લગ્નસરાનો ( trending in 2021 weddings ) લગભગ બધો જ સામાન ઉપલબ્ધ રહે. જ્યાં સુધી બ્યુટી પ્રોડક્ટની વાત છે, તો તેઓ બ્યુટી પાર્લરમાં જવાનું પસંદ કરે છે. પરંતુ જ્યારે જાતે તૈયાર થવાનું હોય તો તેઓ બ્રાન્ડેડ વસ્તુઓ જ ખરીદવાનું ( Weddings trends 2021 ) પસંદ કરતા હોય છે.

આ પણ વાંચોઃ લગ્નનો જમણવાર મોંઘો: તમામ ચીજ વસ્તુઓના ભાવ થયો બમણો, સાદી ડિશના ભાવ...

આ પણ વાંચોઃ બે વર્ષ બાદ લગ્નની સીઝનમાં ફૂલ ડેકોરેશન કરતાં ધંધાર્થીઓનો ધંધો પૂરબહારમાં ખીલી ઉઠશે

ABOUT THE AUTHOR

...view details