અમદાવાદ: ભારત સરકારે કોરોના મહામારીના ફેલાવાને નિયંત્રણમાં રાખવા દેશભરમાં lock downની જાહેરાત કરતા અર્થવ્યવસ્થાને લગભગ તમામ ઉદ્યોગો અને ક્ષેત્રોને જંગી ફટકો પડયો છે અને ઘણાં ઉદ્યોગો મૃતપાય સ્થિતિમાં આવી ગયાં છે. લગભગ કરોડો રુપિયાનું જંગી કદ ધરાવતા અને કરોડો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પ્રદાન કરનાર વેડિંગ, ઇવેન્ટ અને એક્ઝિબિશન ઇન્ડસ્ટ્રી પણ મંદીના પ્રકોપથી બચી શકી નથી.
વેડિંગ ઈવેન્ટ અને એક્ઝિબિશન ઈન્ડસ્ટ્રીના 5 કરોડથી વધુ પરિવાર પર જોખમ, સાથે 5000 કરોડના નુકસાનનો અંદાજ - એચએમઓ
કોરોનાકાળના ખપ્પરમાં મોટાપાયે સામાન્ય વર્ગનું જીવન સપડાયું છે ત્યારે એવા કેટલાય ધંધારોજગાર અને વ્યવસાયો છે કે જ્યાં અસંગઠિતપણે કરોડો લોકો રોજગારી મેળવે છે અને જીવનયાપન કરે છે. લગ્નપ્રસંગોનું આયોજન કરતી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ અને વિવિધ વસ્તુવેપારના પ્રમોશન માટે કામ કરતી એક્ઝિબિશન ઇન્ડસ્ટ્રીઝ એમાંની એક છે. આ સેક્ટરમાં કામ કરતાં લોકોએ સરકાર સમક્ષ ગુહાર કરી છે કે તેમના માટે વિચારવામાં આવે કારણ કે આ લગભગ 5 કરોડથી વધુ પરિવારની લોકોની રોજીરોટીનો પણ સવાલ છે.
![વેડિંગ ઈવેન્ટ અને એક્ઝિબિશન ઈન્ડસ્ટ્રીના 5 કરોડથી વધુ પરિવાર પર જોખમ, સાથે 5000 કરોડના નુકસાનનો અંદાજ વેડિંગ ઈવેન્ટ અને એક્ઝિબિશન ઈન્ડસ્ટ્રીના 5 કરોડથી વધુ પરિવાર પર જોખમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8713895-thumbnail-3x2-event-7207084.jpg)
જોકે અર્થવ્યવસ્થાને ટેકો આપવા સરકારે સ્પષ્ટ માર્ગદર્શિકા અને દિશાનિર્દેશો સાથે ઉદ્યોગકેન્દ્ર ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે પરંતુ વેડિંગ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝ માટે માત્ર 100 વ્યક્તિની હાજરીની શરતી મંજૂરી અપાઈ છે અને એક્સિબિશન તથા કોન્ફરન્સ સેેક્ટરને કોઈ છૂટ આપવામાં આવી નથી પરિણામે ઉદ્યોગે જરાય રાહત અનુભવી નથી.
લગ્નમાં મોટી સંખ્યામાં લગ્ન તથા પ્રદર્શનના બૂકિંગ કેન્સલ થવાને કારણે કેટરિંગ મંડપ પાર્ટી પ્લોટ સહિતના તમામ પ્રત્યક્ષ- પરોક્ષ રીતે સંકળાયેલા વેપારને જંગી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેને લઈને આજે ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા કેટરિંગ, ઇવેન્ટ ઈકવિપમેન્ટ રેન્ટલ એસોસિએશન, ઇન્ડિયન એક્ઝિબીટર્સ, મંડપ ડેકોરેટ અને ઈલેક્ટ્રીકના પ્રતિનિધિઓ અને ઉદ્યોગના અગ્રણીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારને ઉદ્યોગ માટે રાહત પેકેજ જાહેર કરવાની તથા કાર્યક્રમમાં વ્યક્તિ હાજર રહેવાની મર્યાદા હટાવી લેવા વિનંતી કરી છે.