અમદાવાદઃ વેબીનારમાં ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ ગુજકોસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વિદ્યાર્થીઓ પોતાને મુંઝવતા પ્રશ્રો webinar.gujcost@gmail.com પર મોકલી શકે છે. આ પ્રશ્નો અંગેની ચર્ચા વેબીનારના અંતે પ્રશ્નોત્તરી સેશનમાં કરવામાં આવશે.
અમદાવાદઃ ગુજકોસ્ટ દ્વારા 30 મેના રોજ વેબીનારનું આયોજન કરાશે - ગુજકોસ્ટના મેમ્બર સેક્રેટરી
રાજય સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ અંતર્ગત વિજ્ઞાનના પ્રચાર અને પ્રસાર અંગે કામ કરતી સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્વારા જાહેર થયેલા વિજ્ઞાન પ્રવાહના પરિણામને ધ્યાને લઈ વિદ્યાર્થીઓ માટે કારકીર્દી માર્ગદર્શન પર 30મી મેના રોજ વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ ગુજકોસ્ટના મેમ્બર સેક્રેટરીએ જણાવ્યું છે.
ગુજકોસ્ટ દ્વારા 30 મેના રોજ વેબીનારનું આયોજન કરાશે
શનિવારનાં રોજ સવારે 10.00 વાગ્યે યોજાનારા વેબીનારમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા વ્યવસાયીક શિક્ષણના વિવિધ પ્રવાહો જેવા કે, મેડિકલ, એન્જિનિરીંગ, ફાર્મસી તથા અન્ય ઉભરાતા ટેક્નોલોજી ક્ષેત્રો સાથે સંકળાયેલ વિશાળ તક અંગે માર્ગદર્શન આપવામાં આવશે.