અમદાવાદ- આજે રાજ્યમાં હવામાનની (Monsoon Gujarat 2022 )સ્થિતિના તાજા સમાચારની (Weather Update in Gujarat)વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અંતરિયાળ સ્થળોએ કેટલાક વિસ્તારમાં વરસાદ થયો છે. આજે 08.30 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત પ્રદેશમાં હવામાન સૂકું રહ્યું છે. રાજ્યમાં પવનની ગતિ જોઇએ તો સામાન્યતઃ દક્ષિણ પશ્ચિમી પવનો નીચલા સ્તર પર પ્રવર્તી રહ્યાં છે. આવતીકાલે 30મીએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને દમણ, દાદરા નગરમાં હવેલી; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના (Rainfall forecast in Gujarat)છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને સપાટીના પવન સાથે હળવા વાવાઝોડું 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે (ઝાપટામાં) સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
ગઇકાલે અહીં પડ્યો ધોધમાર-આપને જણાવીએ કે ભાવનગર શહેર અને જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ (Weather Update in Gujarat)પડ્યો તેમાં મંગળવારે મહુવા તાલુકાના પ્રસિદ્ધ તીર્થધામ બગદાણા ખાતે ગાજવીજ સાથે સાંબેલાધારે માત્ર ત્રણ જ કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકી જતા બગદાણા પાણીથી તરબતર થઇ ગયું હતુ. જ્યારે બગડ નદીમાં આ પહેલા ધોધમાર વરસાદે ઘોડાપૂર આવ્યું હતું. સીઝનના પહેલા જ ધોધમાર વરસાદે બગડ ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. જેથી નીચાણવાળા અનેક ગામોમાં પાણી ભરાયાં હતાં.. બગડના પાણી ફરી વળતાં મહુવા-બગદાણા અને તળાજા-મહુવા રોડ બંધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ નદીમાં નવા નીર : ભાવનગરના કેટલાક ગામડાઓમાં વરસાદી પાણીથી નદીઓ છલોછલ