ગુજરાત

gujarat

ETV Bharat / city

આગામી 24 કલાક બાદ ગુજરાતના તાપમાનમાં થશે વધારો

અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. અમદાવાદમાં ધૂળની ડમરીઓ, પવનો સાથે વરસાદનું આગમન થયું હતું. જેના કારણે સમગ્ર વતાવારણમાં ઠંડક પ્રસરી હતી.

By

Published : Apr 17, 2019, 9:08 AM IST

ફાઇલ ફોટો

અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં તાપમાનમાં ૩ ડિગ્રીનો ઘટાડો નોંધાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી ૨૪ કલાકની અંદર ટૅમ્પરેચરમાં પણ વધારો થઇ શકે છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે ફુંકાતા પવનની અસર વધુ 2 દિવસ અમદાવાદ સહિત ગુજરાતના અનેક રાજ્યોમાં રહેશે. તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદ સહિતના શહેરોમાં 2 દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાશે.

હવામાન વિભાગ અમદાવાદ


એકાએક વરસાદના કારણે અમદાવાદના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે મહત્તમ તાપમાન ૩૫.૨ ડિગ્રી જ્યારે ન્યૂનતમ તાપમાન ૨૬.૭ ડિગ્રી નોંધાયું હતું.તો આગામી દિવસોમાં ગરમીમાં વધારો નોંધાશે. જ્યાં હજી 2 દિવસ ધૂળની ડમરીઓ અને પવનનો યથાવત રહેશે.

અમદાવાદ સિવાય ગાંધીનગર, ડીસા, વલ્લભ વિદ્યાનગર, સુરત, વલસાડ, સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. એક જ દિવસની અંદર અમદાવાદના મહત્તમ તાપમાન ૩.૩ ડિગ્રીનો તફાવત નોંધાયો હતો. ત્યારે મહત્તમ તાપમાન ૩૮.૫ ડિગ્રીથી ૩૫.૬ ડિગ્રી સુધી પહોંચ્યું હતું.


ચૂંટણીની ગરમાગરમીમાં આવેલા વરસાદથી લોકોને ગરમીમાં રાહતનો અનુભવ કર્યો હતો. આગામી ૨૪ કલાકમાં ફરી ધીરે-ધીરે તાપમાનમાં વધારો નોંધાશે.

ABOUT THE AUTHOR

...view details