અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મંગળવારથી 3 દિવસ અમદાવાદ (Weather In Ahmedabad) સહિત રાજ્યના મોટાભાગના શહેરોના વાતાવરણ (Weather Forecast Gujarat)માં પલટો આવવાની શક્યતા છે. 20 એપ્રિલે વાદળછાયા વાતાવરણ (Cloudy atmosphere In Gujarat) વચ્ચે ધૂળની ડમરી અને 20થી 25 કિલોમીટરની ગતિના પવનો ફૂંકાવા સાથે કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટાની પણ શક્યતા છે.
20થી 25 કિલોમીટરની ગતિના પવનો ફૂંકાવા સાથે કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટાની પણ શક્યતા 20થી 25 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાશે- સોમવારે અમદાવાદ સહિત રાજ્યના 5 શહેરોમાં ગરમીનો (Heat in gujarat) પારો 42 ડિગ્રીથી વધુુ નોંધાયો હતો. વાતાવરણમાં પલટાના કારણે ઉત્તર ગુજરાત (unseasonal rain in north gujarat) અને સોરાષ્ટ્રમાં માવઠું (unseasonal rain in saurashtra)થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, વાદળિયા વાતાવરણ વચ્ચે 20થી 25 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાશે. તેમજ ગરમીનો પારો 2થી 3 ડિગ્રી ગગડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આ પણ વાંચો:Lemon Price Hike: પેટ્રોલ-ડીઝલના ભાવ તેમજ કમોસમી વરસાદ સહિતની મારના કારણે લીંબુના ભાવમાં પણ વધારો
તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઘટવાની આગાહી-ગુજરાતના ખેડૂતો (Farmers In Gujarat) પર ફરી એક વખત માવઠારૂપી આફત તોળાઇ રહી છે. હવામાન વિભાગે આવતીકાલથી તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઘટવાની આગાહી કરી છે, જેના કારણે એક તરફ નાગરિકોને કાળઝાળ ગરમીથી રાહત મળશે તો બીજી તરફ અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવના વાતાવરણમાં પલટો આવી શકે છે.
આ પણ વાંચો:Unseasonal Rains in Surat : સુરતના વાડી ગામે ભર શિયાળે વરસ્યો કમોસમી વરસાદ
ખેડૂતોની ચિંતામાં વધારો થયો- બીજી તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ઉનાળામાં કમોસમી વરસાદ (unseasonal rain in summer in gujarat)ની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાદળછાયા વાતાવરણથી શહેરીજનોને ગરમીથી રાહત મળશે. તો કમોસમી વરસાદી ઝાપટાં પડવાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે.