અમદાવાદ : વડગામમાં મહિલાઓ દ્વારા પીવાના પાણી માટે જન (Water Movement Vadgam Women) આંદોલન કરવામાં આવી રહ્યું છે. વડગામના લોકોને પાયાની સુવિધા માટે વલખા મારવા પડી રહ્યા છે, ત્યારે ભાજપ સરકારની સુફલામ સુજલામ યોજના સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. વિકાસના નામે માત્ર મોટી વાતો કરવામાં આવી રહી છે. પાણી પુરવઠા માટે મોટા મોટા બજેટ જ ફાળવવામાં આવે છે, પરંતુ તે બજેટના પૈસાનો લાભ જનતાને મળતો નથી. જેવા વિવિધ આક્ષેપો કરવામા આવ્યા હતા.
વડગામમાં મહિલાઓનું જલઆંદોલન આ પણ વાંચો :બજારમાં ઘુસ્યું પાણી તો ટ્રેક્ટર તણાયું, આ રીતે ડ્રાઈવરે બચાવ્યો પોતાનો જીવ
કોંગ્રેસના પ્રહારો - ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સિંચાઈ યોજના બજેટના પૈસા ખેડૂતોને સિંચાઈ યોજના થકી મળવાને બદલે ઉદ્યોગપતિને આપી દેવામા આવે છે. આજ નાગરિકોને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડી રહ્યા છે. ભાજપ સરકાર મોટી મોટી જાહેરાત અને ચૂંટણી (Opposition Congress in Ahmedabad) આવે ત્યારે માત્ર ખાતમુહૂર્ત જ કરવામા આવે છે. ભાજપના અધ્યક્ષનું મુખ્ય કામ ડરવાનું અને ઘમકાવાનું છે. 27 વર્ષની ભાજપ સરકાર પાણીના નામે વેપાર કરી ચુક્યા છે. તે જનતાની સમસ્યાને બદલે અધિકારીઓની બદલીમાં ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો :Sindhrot Water Supply Scheme : PM લોકાર્પણ કરે એ પહેલાં આ કારણે મચી ગઇ ધમાલ, જાણો શું થયું
બહેન પત્ર લખે છે પણ ભાઈ પ્રચારમાં વ્યસ્ત -જ્યારે બીજી બાજુ સરકારના અધિકારી 10 હજાર કરોડનો કાળો કારોબાર કરી રહ્યા છે. ખેતીનાએ પીવા માટેનુંપાણી જનતાને નહીપણ ઉદ્યોગપતિને બરોબર આપી દેવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે જણાવ્યું હતું કે, ચિંતા ન કરતા તમારો ભાઈની જરૂર પડે તો પત્ર લખજો ભાઈ હજાર થઈ જશે. પરંતુ બહેન પત્ર લખે છે પણ ભાઈ પ્રચારમાં વ્યસ્ત છે. આજ તેમની બહેનો (Vadgam Women Movement) પીવાના પાણી માટે પણ વલખા મારી રહી છે.