ગુજરાત

gujarat

ETV Bharat / city

Water Logging in Ahmedabad : આવી રીતે વરસાદી પાણી પાર કરતાં વિદેશી વિદ્યાર્થીઓ - Foreign students

અમદાવાદમાં રવિવારે પડેલા ભારે વરસાદને (Heavy Rain in Ahmedabad )બે દિવસ નીકળી ગયાં છે પણ વરસાદી પાણી ભરાઇ રહ્યાં છે. એવામાં ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ (Foreign students) વરસાદી પાણી ભરાવાના (Water Logging in Ahmedabad) કારણે રસ્તાઓના બદલે દીવાલ પર સટકીને જાળી પકડી પસાર થતાં જોવા મળી રહ્યાં છે.

Water Logging in Ahmedabad : આવી રીતે વરસાદી પાણી પાર કરતાં વિદેશી વિદ્યાર્થીઓ
Water Logging in Ahmedabad : આવી રીતે વરસાદી પાણી પાર કરતાં વિદેશી વિદ્યાર્થીઓ

By

Published : Jul 12, 2022, 9:45 PM IST

અમદાવાદ- અમદાવાદમાં થયેલા ભારે વરસાદના (Heavy Rain in Ahmedabad ) કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા (Water Logging in Ahmedabad) છે. વરસાદ બંધ થયાને 40 કલાક જેટલો સમય થયો છે છતાં હજુ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ (Gujarat University Hostel) તરફ જવાના રસ્તા પર હજુ પાણી ભરાયેલા છે. જેના કારણે વિદ્યાર્થીઓએ અંદરની સાઈડે જવા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ દિવાલની જાળી પકડીને રસ્તો પાર કરવો પડ્યો હતો. ગઈકાલે વિદેશી વિદ્યાર્થીઓએ (Foreign students) યુનિવર્સિટી હોસ્ટેલમાં શોર્ટ સર્કિટ થતા તાળાબંધી કરી હતી.

આ પણ વાંચોઃ Rain in Ahmedabad : વરસાદ વિરામ લેતા લોકોમાં રાહતનો શ્વાસ, દુકાનદારોને કરોડનો માર

વિદેશી વિદ્યાર્થીઓ જાળી પકડીને જતા દેખાયા- જ્યારે રવિવારે વરસેલા મૂશળધાર વરસાદના (Heavy Rain in Ahmedabad )કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે વરસાદના 2 દિવસ બાદ પણ હજુ અનેક જગ્યાએ પાણી ભરાયેલા (Water Logging in Ahmedabad) જ છે.

ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ તરફનો રસ્તો

ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ પાછળ A અને B બ્લોક તરફ જવાના રસ્તે પાણી ભરાતા વિદ્યાર્થીઓને જવા માટે રસ્તો (Gujarat University Hostel)મુશ્કેલ બન્યો છે. ઢીંચણસમા પાણી ભરાતા A બ્લોકમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ (Foreign students) દીવાલ પર ચઢીને જાળી પકડીને જતા દેખાયા છે. આ મામલે NSUI દ્વારા પણ યુનિવર્સિટીને જાણ કરવામાં આવી છે. પરંતુ યુનિવર્સિટી દ્વારા પાણીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચોઃ રાજ્યમાં હજુ પણ એલર્ટ, અત્યાર સુધીમાં 69 લોકોના મોત

ગંદકી પણ જામી -ગુજરાત યુનિવર્સિટીમાં અનેક જગ્યાએ પાણી ભરાયા (Water Logging in Ahmedabad) બાદ ગંદકી જોવા મળી રહી છે. ગંદકીના લીધે રોગચાળો ફાટી નીકળે અને વિદ્યાર્થીઓ બીમાર પડે તો તેની પાછળ કોણ જવાબદાર તે એક પ્રશ્ન છે. યુનિવર્સિટી તંત્ર (Gujarat University Hostel) દ્વારા ભરાયેલા પાણીનો ક્યારે નિકાલ કરવામાં આવશે એ જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details