અમદાવાદ સેશન્સ કોર્ટના 5 વર્ષની સજાના ચુકાદા સામે વિસ્મય શાહ તરફે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રાજ્ય સરકાર તરફે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. વિસ્મય શાહ વિરૂધ ભયજનક રીતે વાહન ચલાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે થયેલા અક્સમાતમાં બે લોકોના મોત નીપજ્યાં હતા. હાઈકોર્ટે મંગળવારે પીડિત પરિવારો દ્વારા દાખલ કરાયેલી રિવિઝન એપ્લિકેશનનો પણ નિકાલ કર્યો છે.
વિસ્મય શાહ કેસમાં 30મી જાન્યુઆરીએ ચુકાદાની સંભાવના
અમદાવાદઃ વર્ષ 2013 વસ્ત્રાપુર BMW હિટ એન્ડ રન કેસમાં આરોપી વિસ્મય શાહની સજા મુદ્દે હાઈકોર્ટ પીડિત પરિવારને ચુકવવામાં આવેલું વળતર અને તેણે કાપેલી સજા સહિતના અનેક પાસાઓને ધ્યાનમાં રાખીને 30મી જાન્યુઆરીના રોજ ચુકાદો આપે તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.
BMW કાંડઃ વિસ્મય શાહના કેસનો 30મી જાન્યુઆરીએ ચુકાદો આવવાની શક્યતા...
ઉલ્લેખનીય છે કે, પીડિત પરિવારો અને વિસ્મય શાહ વચ્ચે સમાધાન પણ થઈ ચુક્યું છે. વિસ્મય શાહ તરફે બંને પરીવારોને વળતર પણ ચુકાવાઈ ગયું છે. હાઈકોર્ટના જામીન આદેશ પ્રમાણે વિસ્મયે સામાજીક સંસ્થાઓમાં સેવાના કાર્યો પણ કર્યા છે.