- 28 ઑક્ટોબરનાં રામનાથ કોવિંદ અમદાવાદની મુલાકાતે
- અમદાવાદનાં વિસ્તારોમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર
- રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઇને લેવાયો નિર્ણય
અમદાવાદ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(President Ramnath Kovind) 28 ઑક્ટોબરનાં રોજ અમદાવાદ શહેરની મુલાકાતે(Visiting Ahmedabad city) પધારવાનાં છે, ત્યારે શહેરનાં તમામ વિસ્તારોને 'નો ડ્રોન ફ્લાય ઝોન'('No drone fly zone') જાહેર કરવામાં આવ્યા છે. આ હુકમ 28 ઑક્ટોબર 2021ના સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી તેમજ 29 ઑક્ટોબરના સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી અમલમાં રહેશે.
સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઇને લેવાયો નિર્ણય
દેશ વિરોધી સંગઠનો અને આતંકવાદીઓ માનવરહિત રિમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અને માનવ સંચાલિત નાની સાઇઝના ડ્રોનની મદદથી રાષ્ટ્રપતિ અને જાહેર જનતાની સુરક્ષાને નુકસાન ન પહોંચાડે તે માટે સાવચેતીના ભાગરુપે 'નો ડ્રોન ફ્લાય ઝોન'('No drone fly zone') નો નિર્ણય કરવામાં આવ્યો છે.
હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ કરવાની પણ મનાઈ