ગુજરાત

gujarat

ETV Bharat / city

ચોથી ટેસ્ટ મેચમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો વિરાટનો ફેન - ક્રિકેટ ફેન

ક્રિકેટ મેચમાં ક્રિકેટરોના ફેન અને તેમના જેવો જ ચહેરો ધરાવતા પ્રેક્ષકો આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. મહેન્દ્રસિંહ ધોનીના ચંદીગઢના ફેન રામબાબુ, ઉત્તર પ્રદેશના સચિન તેંડુલકરનો ફેન સુધીર કુમાર ચૌધરી લોકોમાં જાણીતા છે, તેવી જ રીતે હવે વિરાટ કોહલી જેવો ચહેરો ધરાવતો તેનો ફેન બન્યો છે પ્રેમ ચુનારા.

ચોથી ટેસ્ટ મેચમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો વિરાટનો ફેન
ચોથી ટેસ્ટ મેચમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો વિરાટનો ફેન

By

Published : Mar 4, 2021, 10:52 PM IST

● વિરાટ કોહલીનો જબરજસ્ત ફેન પ્રેમ ચુનારા

● અમદાવાદના રાયપુરમાં રહે છે પ્રેમ

● ભારત ટેસ્ટ સિરીઝ 3-1 થી જીતશે : પ્રેમ

ચોથી ટેસ્ટમાં પ્રેક્ષકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો પ્રેમ ચુનારા


અમદાવાદઃ અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સિરોઝની ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. તેમાં વિરાટ કોહલીનો ફેન પ્રેમ ચુનારા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ઘણા લોકોએ પ્રેમ સાથે સેલ્ફી પડાવી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રેમ ચુનારા અમદાવાદના રાયપુર ખાતે રહે છે. તેણે કહ્યું હતું કે, ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલીનો તેઓ મોટા ફેન છે. દસ વર્ષથી તે ક્રિકેટનો જબરદસ્ત ફેન રહ્યો છે, તેને વિરાટ ગમે છે. વિરાટ કોહલીનું સ્ટારડમ અને તેની એકશન, બોડી ફિટનેસ અને મેદાન પરની બોડી લેંગ્વેજ વગેરેથી તે પ્રભાવિત છે.

આ પણ વાંચોઃસ્ટેડિયમમાં દર્શકો પરત ફરતા વિરાટ કોહલીની ખુશી બમણી

વિરાટ જેવો લૂક તૈયાર કરીને આવ્યો પ્રેમ

પ્રેમ ચુનારા વિરાટ કોહલી જેવા જ ટેસ્ટ મેચના કપડાં અને દાઢી-મૂછ રાખીને આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, આજે મેચમાં તેને સેલિબ્રિટી જેવું ફિલ થયું હતું. 200થી પણ વધુ લોકોએ તેની સાથે સેલ્ફી લીધી હતી.

આ પણ વાંચોઃવિરાટ કોહલીની "વિરાટ" ફેન, 4000 જેટલા ફોટાનો સંગ્રહ કર્યો, વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા તરફથી મળ્યો એવોર્ડ

ટેસ્ટ સિરીઝ બાદ 20-20 સિરીઝ પણ ભારત જીતશે

પ્રેમે કહ્યું હતું કે, ભારત ટેસ્ટ મેચ સીરીઝમાં 2-1ની અજેય લીડથી આગળ છે. જે આ મેચ સાથે ભારત ટેસ્ટ સિરીઝ 3-1થી જીતશે. 20-20 મેચની સીરીઝ પણ ભારત જીતશે. ઉલ્લેખનીય છે કે, પ્રેમ પ્રથમ વખત સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ જોવા માટે આવ્યો હતો અને લોકોનું તેના પ્રત્યેનું આકર્ષણ જોઈને તે ખુશ થયો હતો.

પ્રેમ વિરાટ કોહલીનું સ્ટારડમ અને તેની એકશન, બોડી ફિટનેસ અને મેદાન પરની બોડી લેંગ્વેજ વગેરેથી તે પ્રભાવિત

ABOUT THE AUTHOR

...view details