ગુજરાત

gujarat

ETV Bharat / city

આત્મનિર્ભર ખેડૂત અભિયાન અંતર્ગત વિરમગામ ભાજપે ખાટલા બેઠક યોજી - Aatmanirbhar Khedut

જખવાડા ગામમાં આત્મનિર્ભર ખેડૂત જનજાગરણ અભિયાન અંતર્ગત વિરમગામ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂત મિત્રોને કૃષિ બિલ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આત્મનિર્ભર ખેડૂત અભિયાન અંતર્ગત વિરમગામ ભાજપે ખાટલા બેઠક યોજી
આત્મનિર્ભર ખેડૂત અભિયાન અંતર્ગત વિરમગામ ભાજપે ખાટલા બેઠક યોજી

By

Published : Oct 6, 2020, 7:40 PM IST

વિરમગામઃ જખવાડા ગામમાં ભાજપ દ્વારા ખાટલા બેઠક યોજવામાં આવી હતી, જેમાં સુરેન્દ્રનગર ભાજપના સાંસદ ડો. મહેન્દ્ર મુજપુરા, વિરમગામના પૂર્વ ધારાસભ્ય તેજશ્રી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશ પટેલ, વિરમગામ તાલુકા સંગઠન પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, વિરમગામ તાલુકા સંગઠન હોદ્દેદારો મહામંત્રીઓ તેમ જ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, જખવાડા ગ્રામ પંચાયત યુવા સરપંચ મનોજસિંહ ગોહિલ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આત્મનિર્ભર ખેડૂત અભિયાન અંતર્ગત વિરમગામ ભાજપે ખાટલા બેઠક યોજી

ખેડૂત મિત્રો સાથે ખાટલા બેઠક કરી ખેડૂત મિત્રોને કૃષિ બિલ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. કૃષિ ક્ષેત્રે આગળ વધવા મોદી સરકારે આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત કૃષિ સંરચના કોશ માટે રૂ. 1 લાખ કરોડની ફાળવણી કરી છે. આ પેકેજથી ખેડૂતોને આર્થિક રૂપે ટેકો મળશે અને ખેડૂતોને સરકાર દ્વારા જે સહાય મળે છે તે ખેડૂતોને ખેડૂત લક્ષી યોજના ઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ખાટલા બેઠકમાં ભાજપના હોદેદારો, કાર્યકરો, ખેડૂતો, ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખાટલા મીટિંગ પૂર્ણ થયા બાદ જખવાડા ગામની અંદર રોડનું ખાતમુર્હત સાંસદ ડો.મહેન્દ્ર મુજપુરા, પૂર્વ ધારાસભ્ય ડો. તેજશ્રી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details