ગુજરાત

gujarat

ETV Bharat / city

લોકડાઉનનો ફેક લેટર વાઇરલ કરનાર આરોપી ઝડપાયો - અમદાવાદ પોલીસ

રાજ્યમાં સાઇબર ક્રાઇમના ગુના વધી રહ્યા છે ત્યારે થોડા દિવસ અગાઉ અમદાવાદ સહિત છ શહેરોમાં લોકડાઉન લાગુ પડશે તેઓ ગુજરાત સરકારના નામનો ફેક લેટર વહેતો કરવામાં આવ્યો હતો. ખોટો મેસેજ મુકનાર અમદાવાદનો અમૃત સલાટ નામના યુવકને સાઇબર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડયો છે. શહેરોમાં લોકડાઉનની અફવા ફેલાવનાર આરોપી અમૃત સિલાઈ કામ કરે છે અને પોતે ફેક લેટર એડિટિંગ કરી અલગ અલગ સોશિયલ સાઇટ્સના ગ્રુપમાં કોપી કરી મુક્યો હોવાનું સામે આવ્યું છે.

લોકડાઉનનો ફેક લેટર વાઇરલ કરનાર આરોપી ઝડપાયો
લોકડાઉનનો ફેક લેટર વાઇરલ કરનાર આરોપી ઝડપાયો

By

Published : Apr 13, 2021, 4:03 PM IST

Updated : Apr 13, 2021, 6:14 PM IST

  • અમદાવાદ સહિત છ શહેરોમાં લોકડાઉન લાગુ પડશે તેવો ફેક લેટર વહેતો કર્યો હતો
  • ફેક લેટર વહેતો કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
  • અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે અમૃત સલાટ નામના યુવકને ઝડપી પાડ્યો
  • કુબેરનગર પાસેથી આરોપીને ઝડપી પાડ્યો

અમદાવાદઃ થોડા દિવસ અગાઉ અમદાવાદ સહિત છ શહેરોમાં લોકડાઉન લાગુ પડશે તેઓ ગુજરાત સરકારના નામનો ફેક લેટર વહેતો કરવામાં આવ્યો હતો. સાઇબર ક્રાઇમની ગિરફતમાં રહેલા અમૃત સલાટે સોશિયલ સાઇટ પર ગુજરાત સરકારનો ફેક લેટર મુક્યો હતો. જેમાં આરોપી અમૃત સલાટ સોશિયલ સાઇટમાં પોસ્ટ મુકી હતી જેમાં કોવિડ 19ના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યું પણ આ આ બાબતે કોઈ નક્કર પરિણામની આશા ન હોવાથી ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના છ શહેરોમાં તારીખ 11 એપ્રિલથી તારીખ 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આપાતકાલીન સેવાઓ શરૂ રહેશે અને લોકડાઉનના નિયમનું પાલન થાય તેવી જવાબદારી જે તે શહેરના SP, DySP રહેશે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતના આવા લખાણવાળા ખોટા મેસેજની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી હતી.

લોકડાઉનનો ફેક લેટર વાઇરલ કરનાર આરોપી ઝડપાયો

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાનના મીમ્સનો વીડિયો બનાવીને વાયરલ કરનારા કિશન રૂપાણીની સુરત પોલીસે કરી ધરપકડ

આરોપી સિલાઇનું કામ કરે છે

સાઇબર ક્રાઇમ બ્રાન્ચને તપાસમાં પકડાયેલા અમૃત કુબેરનગરના સંતોષીનગરમાં રહે છે અને સિલાઈનું કામ કરે છે. અમૃત સલાટ સોશિયલ સાઇટ ઉપર લોકડાઉન ફેક લેટર સાથેની પોસ્ટ મૂકી હોવાનું સામે આવ્યું હતું. આ રીતેની પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી લોકોમાં ભયનો માહોલ સર્જાવા અંગે સાઇબર ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. જેને આ ફેક લેટર પોતે એડિટ કર્યો હોવાની કબૂલાત કરી છે.

રાજ્યના DGPએ સાઇબર ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી

લોકડાઉન ફેક લેટર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં રાજ્યના DGPએ સાઇબર ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી. જેના આધારે સાઇબર ક્રાઇમ બ્રાન્ચના સુપરવિઝન હેઠળ અમદાવાદ, સુરત, પંચમહાલ અને વડોદરા રેન્જમાં ગુનો દાખલ કરી ખોટો મેસેજ વાઇરલ કરનારની ધરપકડ કરી મુખ્ય ફેક લેટર બનાવનારની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ 'રાજ્યના 6 મહાનગરોમાં લોકડાઉન લાગવાનું છે' જેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરનારા કાપડ વેપારીની ધરપકડ

Last Updated : Apr 13, 2021, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details