- ગાંધી આશ્રમની મુલાકાતે આવે છે અનેક મહાનુભાવ
- ચરખા ઉપર દોરો બનાવવો તે એકાગ્રતાનું કામ
- ગાંધી આશ્રમમાં VIP ચરખોમાં મહાનુભાવ તેની પર કાંતી ચુક્યા છે રૂ
અમદાવાદઃ મહાત્માં ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1868ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેઓએ શાળાનું શિક્ષણ ગુજરાતમાં મેળવ્યુ હતું. તેઓ વકીલાત ભણવા માટે ઇંગ્લેન્ડ ગયા અને તેની પ્રેક્ટિસ કરવા સાઉથ આફ્રિકા ગયા હતા. 1915માં તેઓ ભારત પરત ફર્યા હતા. ભારત દેશને આઝાદ કરવાનું તેમને બીડું ઝડપ્યું હતુ. 1917માં તેમણે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આશ્રમ સ્થાપ્યો હતો.
સ્વરોજગારીના સાધન સ્વરૂપે ચરખો અપનાવતા મહાત્માં
અંગ્રેજ રાજમાં ભારતની ગરીબી જોઈને કરુણતાથી ગાંધીજીનું હૃદય ઉભરાઈ આવ્યું હતુ. ગાંધીજીએ ફક્ત એક જ વસ્ત્ર ધારણ કરવાનો સંકલ્પ કર્યો હતો. ભારતની સ્થિતિ જોઈને તેમણે કોઈ એવું સાધન શોધવાનું વિચાર્યું કે, જે લોકોને આત્મનિર્ભર બનાવે અને આઝાદીની લડતમાં મહત્વપૂર્ણ સાબિત થાય તેમને આવું જ એક સાધન મળ્યું અને તે હતું 'ચરખો'. ખરેખર તો ચરખો પહેલથી જ ભારતમાં હતો. ભારતના જુદા-જુદા રાજ્યમાં તેના અલગ-અલગ પ્રકાર હતા. જેમ કે અંબર ચરખો, રાજસ્થાની ચરખો, પંજાબી ચરખો, મહારાષ્ટ્રીયન ચરખો જે ગામડાઓમાં પણ ઘણા લોકો ચરખાના ઉપયોગ દ્વારા કાપડ બનાવતા હતા પરંતુ ગાંધીજીએ તેને આગવું મહત્વ આપી અને ભારતની આઝાદીના લડાઈનો પ્રતિક બનાવ્યો હતો.
1948માં ગાંધીજીના દેહાવસાન બાદ આશ્રમ તેમની યાદ સમો બની રહ્યો
ગાંધીજીના અવસાન બાદ ગાંધીઆશ્રમને પૂર્વ વાડાપ્રધાન જવાહરલાલ નેહરુએ 'ગાંધી આશ્રમ' મેમોરિયલમાં ફેરવ્યું હતુ. અહીં ગાંધીજીનો રહેણાંક ઓરડો 'હૃદયકુંજ' ઉપરાંત, પિક્ચર ગેલેરી, તેમના પ્રાર્થનાની જગ્યા સ્થળો આવેલા છે. આ આશ્રમની મુલાકાત લેવા દર વર્ષે હજારો લોકો દેશ-વિદેશથી આવતા અહીં હોય છે પરંતુ મહાત્મા ગાંધીનું નામ વિશ્વના આગળની હરોળમાં વિભૂતિઓમાં આવે છે, ત્યારે વિદેશથી આવતા મહાનુભાવ ભારતમાં કે, ગુજરાત આવે ત્યારે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લેવાનું ચુકતા નથી. મૂળ ગુજરાતી એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિદેશના ઉચ્ચ નેતાઓને આશ્રમમાં લઇ આવે છે.
તાજેતરના વર્ષોમાં ગાંધી આશ્રમની મુલાકાત લેનાર વિદેશી મહેમાન
પાછલા કેટલાક વર્ષોમાં જોઈએ તો 2020માં અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, 2014માં ચીનના પ્રમુખ શી ઝિંગ પિગ, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આશ્રમની મુલાકાત લીધી હતી. એ બાબત નોંધવા લાયક છે કે, જ્યારે કોઈ વિદેશી મહેમાન આશ્રમ આવે છે, ત્યારે તેમને ચરખો જોઈને આશ્ચર્ય થાય છે. તેઓ તેની પર કામ કરવા ઉત્સુક બને છે. તેઓ તેની ઉપર દોરો બનાવવાની કોશિશ પણ કરે છે. જો કે ચરખા પર કામ કરવા માટે એકાગ્રતા અને કળા જોઈએ તેથી મહેમાનોને એક જ દિવસમાં તે ફાવી જાય તે શક્ય પણ નથી.
આપણ વાંચોઃવડાપ્રધાન મોદી અમદાવાદના ગાંધી આશ્રમ વિસ્તારથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે
વડાપ્રધાને શી ઝિંગ પિગનેચરખો ચલાવતા શીખવ્યું હતું
આશ્રમમાં આવતા વિદેશી મહેમાનો વિશે વાત કરતા આશ્રમના ગાઈડ પ્રતિમા વોરા જણાવે છે કે, ઘણા મહાનુભાવો આશ્રમની મુલાકાત કરે છે. જેમાં અનેક દેશના રાષ્ટ્રપ્રમુખ તેમજ વડાપ્રધાનનો પણ સમાવેશ થાય છે. જ્યારે ચીનના રાષ્ટ્રપ્રમુખશી ઝિંગ પિગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આશ્રમમાં આવ્યા હતા. ત્યારે તેઓએ ચરખો જોઈને આશ્ચર્ય થયું અને તે કેવી રીતે કામ કરે છે ? તે વિશે તેમને જાણવું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ચરખો કેવી રીતે કાર્ય કરે છે, તે જણાવ્યું હતું. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન સાથે આશ્રમમાં આવ્યા હતા, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચરખા વિશે પૂછ્યું હતું, ત્યારે વડાપ્રધાને તેમણે આશ્રમની બહેનોને બોલાવીને ચરખા ઉપર કેવી રીતે કામ થાય છે. તે શીખવવા જણાવ્યું હતું.