ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદઃ રાજકીય પાર્ટીઓના રાત્રી બૂઠમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન - Corona Guideline Violation

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીક આવી રહી છે. ત્યારે પ્રચાર પ્રસાર દરેક પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેમાં દરેક પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. જોકે, રાજકીય પાર્ટીઓ કોરોના અને સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભુલ્યા હોય તેવુ લાગી રહ્યું છે.

રાજકીય પાર્ટીઓના રાત્રી બૂઠમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન
રાજકીય પાર્ટીઓના રાત્રી બૂઠમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન

By

Published : Feb 14, 2021, 6:45 PM IST

  • ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ ભૂલી કોરોનાને
  • રાત્રી બૂથોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન
  • રાત્રી કરફ્યૂમાં પણ કાર્યકરોના ટોળા જોવા મળ્યાં

અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીક આવી રહી છે. ત્યારે ચૂંટણીને લઈને દરેક પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. જોકે, દરેક રાજકીય પાર્ટીઓ કોરોનાનું ભાન ભૂલી હોય તેવું નજરે આવ્યું હતું.

રાજકીય પાર્ટીઓના રાત્રી બૂઠમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન

રાત્રી કરફ્યૂનો ભંગ પણ જોવા મળ્યો

જેમાં શહેરના ઘોડાસર વિસ્તારમાં રાત્રી બૂથોમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. આ ઉપરાંત રાત્રી કરફ્યૂનો ભંગ પણ જોવા મળ્યો હતો. ત્યારે નિયમો અને કાયદા શું માત્ર સામાન્ય જનતા માટે છે? શું નેતાઓને કાયદો અને નિયમો લાગુ પડતા નથી તે પણ એક પ્રશ્ન છે.

રાજકીય પાર્ટીઓના રાત્રી બૂઠમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન

રેલીઓ અને સભાઓમાં પણ કોરોના નિયમોનું ઉલ્લંઘન

આ મામલે પ્રજામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ ઉપરાંત રાજકીય પાર્ટીઓની રેલીઓ અને સભાઓમાં પણ કોરોના નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળે છે, પરંતુ પોલીસ મુકપ્રેક્ષક બની રહે છે પણ કેમ કાર્યવાહી કરતી નથી તે એક પ્રશ્ન છે. રાત્રી બૂથોને લઈને સામાન્ય જનતા પણ હેરાન પરેશાન થતી હોય તેમ લાગી રહ્યું છે.

રાજકીય પાર્ટીઓના રાત્રી બૂઠમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન

ABOUT THE AUTHOR

...view details