બંધારણના 70 વર્ષના નિમિત્તે ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરીયમમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ચીફ જસ્ટીસ વિક્રમનાથ સહિત અનેક પ્રધાન હાજર રહ્યાં હતાં. બંધારણના મૂલ્યો અંગે ચર્ચા કરતા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ યુતિન્દ્રસિંહે જણાવ્યું હતું કે, સમયની માગ સાથે તેમાં યોગ્ય ફેરફાર થયો છે.
આ અંગે ચર્ચા કરતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, બંધારણ અને લોકશાહી માટે કલંકિત સમય કટોકટીનો હતો. જય પ્રકાશ નારાયણની આગેવાનીમાં 19 વર્ષની ઉંમરે પોતે જેલમાં ગયા હોવાની સ્પષ્ટતા કરી હતી. પોતે એક વર્ષ જેલમાં ગાળ્યો હતો.