ગુજરાત

gujarat

ETV Bharat / city

લૂણાવાડાના ધારાસભ્ય જીગ્નેશ સેવકની હાજરીમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ, તો સામે આવ્યો મોટો ખુલાસો - લૂણાવાડાના ધારાસભ્ય જીગ્નેશ સેવક

લૂણાવાડાના ધારાસભ્ય જીગ્નેશ સેવક (Lunawada MLA Jignesh Sevak) દારુની મહેફિલમાં ઉપસ્થિત હોય તેવો વિડીયો વાયરલ (Viral Video of mla Jignesh sevak) થયેલો છે. જેને લઇને કોંગ્રેસ દ્વારા તીખી પ્રતિક્રિયા સામે આવી છે. તો ખુદ જીગ્નેશ સેવકે પણ મોટો ખુલાસો કર્યો હતો.

લૂણાવાડાના ધારાસભ્ય જીગ્નેશ સેવકની હાજરીમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ, તો સામે આવ્યો મોટો ખુલાસો
લૂણાવાડાના ધારાસભ્ય જીગ્નેશ સેવકની હાજરીમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ, તો સામે આવ્યો મોટો ખુલાસો

By

Published : Jun 20, 2022, 8:53 PM IST

અમદાવાદ - લૂણાવાડાના ધારાસભ્ય જીગ્નેશ સેવકની હાજરીમાં જાહેરમાં દારૂની મહેફિલનો વિડીયો (Viral Video of mla Jignesh sevak) વાયરલ થયો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એક ધારાસભ્યની હાજરીમાં દારૂની મહેફિલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિશે ભારે ઉહાપોહ થવાની શક્યતા છે. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ તેમની પ્રતિક્રિયા આપી હતી.

આ વિડીયો રાજસ્થાનનો છે

યુવા મોરચાના કાર્યકરો મહેફિલમાં સામેલ હોવાની વાત -દારૂની આ મહેફિલમાં લૂણાવાડા યુવા મોરચા પ્રમુખનાં ભાઈના હાથમાં દારૂની બોટલ સહિત ભાજપના કાર્યકર્તાઓ-આગેવાનોનો દારૂની મહેફિલ માણતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (BJP MLA Jignesh Sevak in liquor party) થઈ રહ્યો છે. વીડિયોમાં હાજર લૂણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશ સેવક (Viral Video of mla Jignesh sevak) પણ છે. ઉપરાંત ભાજપ મહીસાગર જિલ્લા મહામંત્રી પ્રદપસિંહ રાઠોડ, ભાજપ લૂણાવાડા શહેર પ્રમુખ હિમાંશુ શાહ, ભાજપ લૂણાવાડા શહેર મહામંત્રી યોગેશ ભોઇ ઉપસ્થિત હોવાની ચર્ચા છે.

આ પણ વાંચોઃ ઈમરજન્સી ગણાતી ફાયરબ્રિગેડની બિલ્ડીંગમાં જ દારૂની મહેફિલ, ત્રણ ફાયર બ્રિગેડના જવાનો...

શું કહ્યું ધારાસભ્ય જીગ્નેશ સેવકે ? - ધારાસભ્ય જીગ્નેશ સેવકે ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ આ વીડિયોમાં નથી. તેઓ ફક્ત એક ફોટામાં છે. આ વિડીયો રાજસ્થાનનો છે. વીડિયોમાં દેખાતા સભ્યો તે ભાજપ સાથે જોડાયેલા (liquor party in the presence of Lunawada MLA Jignesh Sevak) નથી. તે ભાજપના પ્રાથમિક સભ્ય નથી કે સક્રિય કાર્યકર પણ નથી. બની શકે કે, તેમના ગયા પછી તે લોકોએ મહેફિલ માણી હોય અને વિડીયો વાયરલ થયો હોય.

આ પણ વાંચોઃ Palsana Police Raid: વિદેશી દારૂની મહેફિલ માણતાં 25 ઝડપાયા, બેંગકોકથી આવેલી બે મહિલા પણ હતી સામેલ

કોંગ્રેસની પ્રતિક્રિયા -દારૂની મહેફિલ મુદ્દે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધી અને સરદારના ગુજરાતમાં નશાબંધીના કાયદાના લીરેલીરા ઊડયા છે. ભાજપનો ચહેરો લોકો સમક્ષ ઉઘાડો પડી ગયો છે. ગૃહ રાજ્યપ્રધાન દરરોજ સવારે ઊઠીને ગુજરાતમાં નશાબંધીની વાતો કરે છે. પરંતુ તેમના મળતિયાઓ ખુલ્લેઆમ દારૂની મહેફિલ (Viral Video of mla Jignesh sevak) માણે છે. ગુજરાતમાં હજારો લિટર દારુ ઠલવાય છે. બુટલેગરો બેફામ બન્યા છે. ગુજરાતનું યુવાધન નશામાં સંપડાયેલું છે. આ વિડીયો સંદર્ભમાં ગૃહરાજ્ય પ્રધાને પગલાં ભરવા જોઇએ.

ABOUT THE AUTHOR

...view details