ગુજરાત

gujarat

ETV Bharat / city

VHP Sant Sammelan North Gujarat: દેશના મંદિરો પરથી સરકારી હસ્તક્ષેપ હટાવવાની VHPની માંગ

વિશ્વ હિન્દુ પરિષદે (VHP Sant Sammelan North Gujarat) હિન્દુ મંદિરોમાં સરકારના હસ્તક્ષેપ અને નિયંત્રણો દૂર કરવાની માંગ કરી છે. સાથે જ માંગ કરી છે કે મંદિરોમાં આવતી દાનની રકમ માત્ર હિન્દૂ સમાજના ઉપયોગ માટે જ લેવામાં આવે. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે ધર્માંતરણની પ્રવૃત્તિ માટે પણ રાષ્ટ્રીય સ્તરે એક કાયદો બનાવવાની માંગ કરી છે.

VHP Sant Sammelan North Gujarat: દેશના મંદિરો પરથી સરકારી હસ્તક્ષેપ હટાવવાની VHPની માંગ
VHP Sant Sammelan North Gujarat: દેશના મંદિરો પરથી સરકારી હસ્તક્ષેપ હટાવવાની VHPની માંગ

By

Published : Mar 15, 2022, 6:41 PM IST

અમદાવાદ: વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત (VHP Sant Sammelan North Gujarat) દ્વારા સંતોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. વિવિધ મુદ્દાઓને લઈને સંતો અને વિશ્વ હિન્દુ પરિષદ (Vishva Hindu Parishad) દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદે દેશભરના વિવિધ હિન્દુ મંદિરોમાં સરકારના હસ્તક્ષેપ (government intervention in temples) અને નિયંત્રણો દૂર કરવા માટેની માંગ કરી છે. આ માટે કેન્દ્રીય સ્તરે એક કાયદો બને તેવી પણ રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવી છે.

હિન્દુ મંદિરોમાં સરકારના હસ્તક્ષેપ અને નિયંત્રણો દૂર કરવા માટેની માંગ .

મંદિરોમાં વહીવટી સંચાલનમાં સરકારની દરમિયાનગીરી ન હોવી જોઇએ -VHPની કેન્દ્રીય બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ ઠરાવ કરવામાં આવ્યા છે. જેમાં વિવિધ મંદિરોમાં સરકારની દરમિયાનગીરી ન હોય અને મંદિરમાં આવતું ફંડ (fund of temples in india) માત્રને માત્ર હિન્દુ સમાજ માટે ઉપયોગમાં લેવાય તેવી માંગ કરવામાં આવી છે. અમદાવાદના અને ઉત્તર ગુજરાતના અલગ-અલગ સંપ્રદાયના સંતોની હાજરીમાં વિશ્વ હિન્દુ પરિષદે એક મહત્વપૂર્ણ માંગ સાથેનો ઠરાવ પસાર કર્યો છે. ગુજરાત સહિત દેશભરના મોટા હિન્દુ મંદિરોમાં વહીવટી સંચાલનમાં રાજ્ય સરકારની દરમિયાનગીરી ન હોય તથા જે તે મંદિરના સંપૂર્ણ સંચાલનની સત્તા સ્થાનિક સ્તરે હિન્દુ સમાજના વરિષ્ઠ આગેવાનોને સોંપવામાં આવે.

ધર્માંતરણ મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવે.

આ પણ વાંચો:VHP Sant Sammelan in Junagadh: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ? સૌરાષ્ટ્ર કક્ષાના સંત સંમેલનનું VHP દ્વારા આયોજન

મંદિરોમાં આવતા ફંડનો ઉપયોગ ફક્ત હિંદુ સમાજ માટે ઉપયોગમાં લેવા માંગ -ગુજરાતમાં કુલ 32 મોટા મંદિરો (temples in gujarat) એવા છે જેના સંચાલનમાં સ્થાનિક વહીવટી તંત્રના હોદ્દેદારો જે તે મંદિરના ટ્રસ્ટના મુખ્ય હોદ્દા ઉપર હોય છે, જેથી સીધી રીતે સરકારનું પ્રતિનિધિત્વ હોય છે. વિશ્વ હિન્દુ પરિષદે આ પ્રકારે મંદિરનું સંચાલન અને વહીવટ સામે વાંધો ઉઠાવ્યો છે અને માંગ કરી છે કે મંદિરનું સંચાલન સ્થાનિક સ્તરે હિન્દુ સમાજના અગ્રણીઓને સોંપી દેવામાં આવે. મોટા મોટા મંદિરોમાં આવતી રકમ અન્ય ધર્મ માટે ખર્ચ થાય છે તેવો આક્ષેપ પણ કર્યો હતો. ધાર્મિક મંદિરોમાં આવતા ફંડનો ઉપયોગ માત્ર ને માત્ર હિન્દુ સમાજના હિત માટે જ ઉપયોગમાં લેવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.

ધાર્મિક મંદિરોમાં આવતા ફંડનો ઉપયોગ માત્ર ને માત્ર હિન્દુ સમાજના હિત માટે જ ઉપયોગમાં લેવો જોઈએ તેવી માંગ.

આ પણ વાંચો:Dhandhuka Murder Case: સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદે ગુનેગારને ફાંસી આપવાની માગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

સંમેલનમાં મોટી સંખ્યામાં સંતો અને VHPના કાર્યકરો હાજર રહ્યાં -બીજી એક માંગ એવી પણ કરવામાં આવી છે કે ગેરકાયદેસર રીતે ધર્માંતરણ (Illegal conversion In India)ની પ્રવૃત્તિ માટે પણ રાષ્ટ્રીય સ્તરે એક કાયદો બનાવવાની જરૂર છે. જે અનુસૂચિત જનજાતિના લોકો ધર્મ બદલે છે, પરંતુ ઘણા કિસ્સામાં તેઓ હિન્દુ તરીકેનો લાભ પણ લેતા હોય છે જે બંધ થાય તે હેતુથી ધર્માંતરણ મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવે. આ સંત સંમેલનમાં મોટી સંખ્યામાં સંતો અને VHPના કાર્યકરો હાજર રહ્યાં હતા. VHP અને સંતો મળીને આગામી સમયમાં લોકોમાં હિન્દુ રાષ્ટ્ર પ્રત્યેની જાગૃતતા વધે તે માટેના કાર્યક્રમો કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details