અમદાવાદ :.વેજલપુરમાં દંપતીએ ક્રેડિટ કાર્ડથી લોન લઈને હપ્તો નહિ ભરતા એક આધેડે (Suicide Case in Ahmedabad)આત્મહત્યા કરી છે. ત્યારે ઘટનાની વાત કરીએ તો મૃતક મહેન્દ્ર ગોહેલએ વસ્ત્રાપુરની ખાનગી કંપનીમાં એમ.સ્કેવર મીલેનીયમ પ્લાઝામા ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તેમની સાથે નોકરી કરનાર યોગેશ શુકલા અને તેની પત્નીએ મિત્રતા કેળવીને મહેન્દ્રભાઈનો વિશ્વાસ મેળવી તેમની ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રીક વસ્તુઓ લોન પર લીધી હતી.
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં દંપતીના કારણે એક આધેડે આત્મહત્યા કરી છે છેતરપિંડી કંટાળીને આત્મહત્યા - પરંતુ આ દંપતીએ વસ્તુઓની લોન નહિ ભરતા બેન્કમાંથી મહેન્દ્રભાઈ પર હપ્તાની ઉઘરાણી શરૂ થઈ હતી. આ દંપતીએ કરેલી છેતરપિંડી અને બેંકની ઉઘરાણીથી કંટાળીને મહેન્દ્રભાઈએ આત્મહત્યા (Suicide by Paying off a Bank Loan) કરી હોય તેવું જણાય રહ્યું છે. પરિવારના મોભીની આત્મહત્યાથી પરિવાર આઘાતમા આવી ગયો છે અને ઠગ દંપતી વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી છે.
આ પણ વાંચો :દિલ્હીના મેટ્રો સ્ટેશન પર આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ
વેદનાની અંતિમ ચિઠ્ઠી મળી -જ્યારે આત્મહત્યા કરતા પહેલા મહેન્દ્રભાઈએ પોતાની વેદનાની અંતિમ ચિઠ્ઠીમાં ઠાલવી હતી. જેમાં યોગેશ શુકલા અને તેની પત્નીએ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને જુદી જુદી ઇલેક્ટ્રિક વસ્તુઓ ખરીદીને લોન લીધી હતી. છેલ્લા બે માસથી આ દંપતી લોનના હપ્તા ભર્યા ન હતા. અને બેન્ક દ્વારા ઉઘરાણી(Suicide in Ahmedabad Over Collection) કરવામાં આવતી હતી. જેથી કંટાળીને મહેન્દ્ર ભાઈએ આત્મહત્યા કરી છે. જે વેજલપુર પોલીસે અંતિમ ચિઠ્ઠીના આધારે શુકલા દંપતી વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો :દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશન પરથી યુવતીએ કુદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, લોકોએ ધાબળા ફેલાવી જીવ બચાવ્યો
STSC સેલએ તપાસ કરી શરુ - વેજલપુર પોલીસે આત્મહત્યાના કેસની (Vejalpur Police) તપાસ STSC સેલને સોપવામા આવી છે. STSC સેલએ આરોપીની શોધખોળની સાથે (Adult Committed Suicide in Vejalpur) મૃતકના કંઈ કંઈ બેન્કના ક્રેડિટ કાર્ડથી કેટલી લોન લીધી હતી. શું શું વસ્તુઓ ખરીદી છે. તે તમામ મુદ્દે વધુ તપાસ (Vejalpur Suicide Case) શરૂ કરી છે.