અમદાવાદ :રાજ્યમાં દુષ્કર્મ કિસ્સાઓ દિવસેને દિવસે (Ahmedabad Rape Case) વધી રહ્યા છે. ક્યાંક કઈ વસ્તુની લાલચ આપીને તો ક્યાંક બળજબરી પુર્વક દુષ્કર્મના કેસ જોવા મળે છે, ત્યારે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક બાદ એક ગુનાહિત પ્રવૃત્તિના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નર્સિંગમાં કામ કરતી યુવતીને સહકર્મીએ લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધ્યા અને અંતે અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
યુવતીને લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચરનારની પોલીસે કરી ધરપકડ આ પણ વાંચો :ગોંડલમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચરનાર હવસખોરને 20 વર્ષની સજા
લાલચ આપી દુષ્કર્મ આચર્યું - વેજલપુર પોલીસની ગીરફતમાં દેખાતા આ શખ્સનું નામ છે શાહિદ મોહમ્મદ નકી. જ્યારે આ શખ્સ જુહાપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં કામ કરતો હતો. જ્યાં તેની સાથે નર્સિંગનું(Vejalpur Misdemeanor Case) કામ કરતી યુવતીને આરોપીએ લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. અંતે એક મહિના પહેલા પોતાના સમાજની યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જે અંગે યુવતીને જાણ થતા તેને પ્રેમી સામે દુષ્કર્મની (Misdemeanor Case in Love) ફરિયાદ નોંધાવી હતી. આ મામલે વેજલપુર પોલીસે યુવકની ધરપકડ કરી છે.
આ પણ વાંચો :પિતાએ પોતાની દીકરી પર દુષ્કર્મ આચરતા થઇ જેલ, બાદમાં જામીન પર બહાર આવતા ફરી આચર્યું દુષ્કર્મ
પોલીસે તપાસ ધરી હાથ - પોલીસે આ મામલે આરોપીને પકડી તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. આરોપીની તપાસમાં સામે આવ્યું કે, તે હોસ્પિટલમાં કામ કરતો હતો, ત્યારે યુવતીના સંપર્કમાં આવ્યો હતો. જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, આરોપીના પરિવારજનો અન્ય યુવતી સાથે લગ્ન કરવાની પરવાનગી ન આપતા તેણે પોતાના સમાજની યુવતી સાથે એક મહિના પહેલા જ લગ્ન કરી લીધા હતા. આ મામલે પોલીસે (Ahmedabad Crime Case) ભોગ બનનાર યુવતી અને આરોપીને મેડિકલ તપાસ કરાવી. આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે.