ગુજરાત

gujarat

ETV Bharat / city

Vehicle Number Process In Gujarat: ગુજરાત સરકારની જાહેરાત, હવે જૂના વાહનનો નંબર નવા વાહનમાં ઉપયોગમાં લઈ શકાશે - ગુજરાતમાં વાહન નોંધણી નંબર માટેની ફી

રાજ્યમાં હવે જૂના વાહનોના નંબર (Vehicle Number Process In Gujarat) નવા ખરીદેલા વાહનો માટે પણ ઉપયોગમાં લઇ શકાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

Vehicle Number Process In Gujarat: ગુજરાત સરકારની જાહેરાત, હવે જૂના વાહનનો નંબર નવા વાહનમાં ઉપયોગમાં લઈ શકાશે
Vehicle Number Process In Gujarat: ગુજરાત સરકારની જાહેરાત, હવે જૂના વાહનનો નંબર નવા વાહનમાં ઉપયોગમાં લઈ શકાશે

By

Published : Jan 10, 2022, 5:55 PM IST

Updated : Jan 10, 2022, 8:40 PM IST

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં વાહન માલિકો પોતાના નવા વાહન ખરીદી બાદ મનપસંદ નંબર લેવા (Vehicle Number Process In Gujarat) માટે હંમેશા તત્પર હોય છે. જ્યારે વાહન વેચાય ત્યારે નંબર પણ જતો રહે છે. જો કે હવે એવું નહીં થાય, કારણ કે રાજ્ય સરકાર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે હવે વાહનમાલિકો પોતાના વાહનનો જૂનો નંબર રિટેન (Old Vehicle Number Retain Process Gujarat) કરી શકશે.

વાહનનો જૂનો નંબર રિટેન કરી શકાશે

વાહનચાલકો હવે વાહનનો જૂનો નંબર રિટેન કરી શકશે.

રાજ્યના વાહન વ્યવહાર કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ પત્રકાર પરિષદને સંબોધતા જાહેરાત કરી હતી કે, રાજ્યના નાગરિકોને તેમની પસંદગીના નંબર હવે મળી શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં વાહનચાલકો હવે વાહનનો જૂનો નંબર રિટેન કરી શકશે. આ માટે વાહન સ્ક્રેપ (vehicle scrappage policy India)થાય કે અન્ય જગ્યાએ છે તો પણ એ જ નંબર વાહનચાલકોને ફાળવવામાં આવશે. આ માટે વાહનચાલકોએ ગાડીના વેચાણ દરમિયાન અમુક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે, જે પ્રક્રિયા જે તે RTOમાં કરવી પડશે..

વ્હિકલ નંબર રિટેન્સન પોલિસીને અમલમાં મૂકવાનો નિર્ણય

રાજ્યના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, વાહનો દ્વારા અરજદારોની રજૂઆતને લઈને દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળની જેમ ગુજરાતમાં પણ વ્હિકલ નંબર રિટેન્સન પોલિસી (Vehicle Number Retention Policy Gujarat)ને અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પોલિસીમાં વાહન માલિક 2 વખત તેઓના વાહન નંબર રિટેન કરી શકશે.

પ્રક્રિયા કેવી રહેશે?

વાહન માલિક વાહનની તબદીલીની અરજી કરે તે સમયે તે વાહનનો નંબર રિટેન કરી વાહન માલિક દ્વારા ખરીદાયેલા નવા વાહનોને જે તે રિટર્ન કરેલા નંબર ફાળવવામાં આવશે અને માલિકી તબદીલ થયેલ વાહનને અન્ય નવો નંબર ફાળવવામાં આવશે, જે માટે તબદીલ થયેલા આ વાહના નવા માલિકને રજિસ્ટ્રેશન નંબરની રકમ (fee for vehicle registration number in gujarat) પણ ભરવાની રહેશે. ઉપરાંતવાહન સ્ક્રેપથતું હોય તે સમયે વાહન માલિક દ્વારા નવા ખરીદાયેલા વાહન પર જૂના વાહનનો નંબર પણ રિટર્ન કરી શકાશે અને જૂના થનાર વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે.

15 દિવસ સુધી રાખી શકાશે નંબર

રાજ્ય સરકારની નવી પોલિસી પ્રમાણે 15 દિવસ સુધી જૂનો નંબર રાખી શકાશે, પરંતુ પંદર દિવસની અંદર નવા વાહનમાં નંબર લેવો પડશે. સ્ક્રેપ થઈ ચૂકેલા હોય તેવા વાહનોના નંબર રિટેન કરી શકાશે નહીં, જ્યારે રિટેન કરવામાં આવેલાની સામે ખરીદાયેલા નવા વાહનને રિટેન કરેલા નંબર આપવાની પ્રક્રિયા 15 દિવસમાં પૂરી કરવાની રહેશે, ત્યારબાદ રિટેન કરેલ નંબર નવા વાહનમાં જાળવી શકાશે નહીં.

આ પણ વાંચો: Helicopter Joy Rides: અમદાવાદમાં શરૂ કરાઈ હેલિકોપ્ટર જોય રાઈડ્સ, રાજ્યપ્રધાન પૂર્ણેશ મોદીએ કરાવ્યો પ્રારંભ

Last Updated : Jan 10, 2022, 8:40 PM IST

ABOUT THE AUTHOR

...view details