ગુજરાત

gujarat

ETV Bharat / city

Vegetables Pulses Price શાકભાજી કઠોળના ભાવમાં ઉથલપાથલ - 17 સપ્ટેમ્બરના રોજ શાકભાજીના કઠોળના ભાવ

ગુજરાતમાં શાકભાજી અને કઠોળના ભાવમાં સતત વધારો થયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોના ભાવ કેટલા વધ્યા અને કેટલા ઘટ્યા તેની પર એક નજર કરીએ. Vegetables Pulses Price in Gujarat, Vegetable Pulses Price on 17 september

Vegetables Pulses Price શાકભાજી કઠોળના ભાવમાં ઉથલપાથલ
Vegetables Pulses Price શાકભાજી કઠોળના ભાવમાં ઉથલપાથલ

By

Published : Sep 17, 2022, 9:58 AM IST

અમદાવાદરાજ્યમાં એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ લોકોને દઝાડી રહી છે. તેવામાં અધૂરામાં પૂરું શાકભાજી અને કઠોળના ભાવ પણ દિવસેને દિવસે આસમાને પહોંચી (Vegetables Pulses Price in Gujarat) રહ્યા છે. ત્યારે સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. તો આવો એક નજર કરીએ શાકભાજી અને કઠોળના ભાવ (Vegetable Pulses Price Today) પર. એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. તેની અસર શાકભાજી અને કઠોળની કિંમત પર પડી છે અને સામાન્ય વર્ગના લોકોને ભોગવવાનો વારો (Vegetable Pulses Price on 17 september) આવ્યો છે.

શાકભાજીના ભાવ (vegetables Prices in Gujarat)

શાકભાજી ભાવ
મરચા 100-500
લીંબુ 800-1700
બટેટા 200-425
ટમેટા 380-710
ભીંડો 120-280
રીંગણા 150-300
કોબીજ 200-400
ફલાવર 250-450
દુધી 40-110
કાકડી 150-350
ગાજર 200-450

શાકભાજી સાથે કઠોળની સ્થિતીરાજ્યમાં શાકાભાજી સાથે કઠોળના ભાવમાં ધીરે ધીરે વધારો જતો જોવા મળે છે. સ્વાભવિક છે કે ચોમાસાની શરુઆતમાં મેથી, કોથમરી સહિતના શાકભાજીના ભાવમાં વધારો થતાં હોય છે. તો બીજી તરફ ખેડુતો પણ ચોમાસમાં કેટલાક કઠોળનું વાવતેર કરતા જોવા મળતા હોય છે. ત્યારે આ વર્ષ મગફળી સાથે અનેક વસ્તુઓમાં ભાવમાં પણ વધારો જોવા મળશે તેવું અનુમાન લાગી રહ્યું છે.

કઠોળ ભાવ (Pulses Prices in Gujarat)

કઠોળ ભાવ
ઘઉં ટુકડા 450-540
બાજરી 290-463
તલી 1910-2390
અડદ 1300-1571
મગ 1040-1403
વાલ દેશી 1450-2011
એરંડા 1404-1446
અજમો 1550-1960
જીરૂ 4100-4620

બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું વર્તમાન સમયમાં મોંઘવારી બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધી રહી છે. ત્યારે લોકોની આવક ગોકળગાયની ગતિએ વધી રહ્યો છે. તેવામાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારીનો કઈ રીતે સામનો કરે તે એક ચિંતાનો વિષય બની ગયો છે. ઉદાહરણ તરીકે એક સમયે જે શાકભાજીનો ભાવ 20 રૂપિયા પ્રતિકિલો હતો. ત્યારે હવે તે જ શાકભાજીના ભાવ 250 ગ્રામ માટે 20 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ સાથે જ સામાન્ય વર્ગના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગૃહિણીઓની બચત પર પણ મોંઘવારીએ તરાપ મારી છે. Vegetables Today Market Price, Vegetables Pulses Price Vegetable Pulses Price Today Vegetable Market

ABOUT THE AUTHOR

...view details