ગુજરાત

gujarat

ETV Bharat / city

Vegetables Pulses Price in Gujarat શાકભાજી કઠોળના ભાવ સતત આસમાન તરફ - Vegetables Today Market Price

ગુજરાતમાં શાકભાજી અને કઠોળના ભાવમાં સતત વધારો થયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોના ભાવ કેટલા વધ્યા અને કેટલા ઘટ્યા તેની પર એક નજર કરીએ. Vegetables Pulses Price in Gujarat Vegetable Pulses Price on 25 August

Vegetables Pulses Price in Gujarat શાકભાજી કઠોળના ભાવ સતત આસમાન તરફ
Vegetables Pulses Price in Gujarat શાકભાજી કઠોળના ભાવ સતત આસમાન તરફ

By

Published : Aug 25, 2022, 8:06 AM IST

અમદાવાદ :રાજ્યમાં એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ લોકોને દઝાડી રહી છે. તેવામાં અધૂરામાં પૂરું શાકભાજી અને કઠોળના ભાવ પણ દિવસેને દિવસે આસમાને પહોંચી (Vegetables Pulses Price in Gujarat) રહ્યા છે. ત્યારે સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. તો આવો એક નજર કરીએ શાકભાજી અને કઠોળના ભાવ (Vegetable Pulses Price Today) પર. એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. તેની અસર શાકભાજી અને કઠોળની કિંમત પર પડી છે અને સામાન્ય વર્ગના લોકોને ભોગવવાનો વારો (Vegetable Pulses Price on 25 August) આવ્યો છે.

શાકભાજીના ભાવ (vegetables Prices in Gujarat)

શાકભાજી ભાવ
મરચા 350-550
લીંબુ 300-1000
બટેટા 200-450
ટમેટા 330-520
ભીંડો 350-700
રીંગણા 200-600
કોબીજ 220-530
ફલાવર 300-500
દુધી 100-300
કાકડી 200-450
ગાજર 350-640

શાકભાજી સાથે કઠોળની સ્થિતીરાજ્યમાં શાકાભાજી સાથે કઠોળના ભાવમાં ધીરે ધીરે વધારો જતો જોવા મળે છે. સ્વાભવિક છે કે ચોમાસાની શરુઆતમાં મેથી, કોથમરી સહિતના શાકભાજીના ભાવમાં વધારો થતાં હોય છે. તો બીજી તરફ ખેડુતો પણ ચોમાસમાં કેટલાક કઠોળનું વાવતેર કરતા જોવા મળતા હોય છે. ત્યારે આ વર્ષ મગફળી સાથે અનેક વસ્તુઓમાં ભાવમાં પણ વધારો જોવા મળશે તેવું અનુમાન લાગી રહ્યું છે.

કઠોળ ભાવ (Pulses Prices in Gujarat)

કઠોળ ભાવ
ઘઉં ટુકડા 442-525
બાજરી 325-470
તૂવેર 1020-1360
અડદ 1120-1576
મગ 1150-1420
વાલ દેશી 1250-1860
એરંડા 1329-1470
અજમો 1475-1860
જીરૂ 3700-4575

બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું વર્તમાન સમયમાં મોંઘવારી બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધી રહી છે. ત્યારે લોકોની આવક ગોકળગાયની ગતિએ વધી રહ્યો છે. તેવામાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારીનો કઈ રીતે સામનો કરે તે એક ચિંતાનો વિષય બની ગયો છે. ઉદાહરણ તરીકે એક સમયે જે શાકભાજીનો ભાવ 20 રૂપિયા પ્રતિકિલો હતો. ત્યારે હવે તે જ શાકભાજીના ભાવ 250 ગ્રામ માટે 20 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ સાથે જ સામાન્ય વર્ગના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગૃહિણીઓની બચત પર પણ મોંઘવારીએ તરાપ મારી છે. Vegetables Today Market Price, Vegetables Pulses Price Vegetable Pulses Price Today Vegetable Market

ABOUT THE AUTHOR

...view details