ગુજરાત

gujarat

ETV Bharat / city

Vegetables Pulses Price in Gujarat: રાજ્યમાં કેરી ખાટી મીઠીને ભાવ કડવા કેમ જૂઓ...

ગુજરાતમાં શાકભાજી અને કઠોળના ભાવમાં સતત (Vegetables Pulses Price in Gujarat) વધારો થયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોના ભાવ કેટલા વધ્યા અને કેટલા ઘટ્યા તેની પર (Vegetable Pulses Price on 11 May) એક નજર કરીએ.

By

Published : May 11, 2022, 8:40 AM IST

Vegetables Pulses Price in Gujarat: રાજ્યમાં કેરી ખાટી મીઠીને ભાવ કડવા કેમ જૂઓ...
Vegetables Pulses Price in Gujarat: રાજ્યમાં કેરી ખાટી મીઠીને ભાવ કડવા કેમ જૂઓ...

અમદાવાદ : રાજ્યમાં એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ લોકોને દઝાડી રહી છે. તેવામાં અધૂરામાં પૂરું શાકભાજી અને કઠોળના ભાવ પણ દિવસેને દિવસે આસમાને પહોંચી (Vegetables Pulses Price in Gujarat) રહ્યા છે. ત્યારે સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. તો આવો એક નજર કરીએ શાકભાજી અને કઠોળના ભાવ (Vegetable Pulses Price Today) પર. એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. તેની અસર શાકભાજી અને કઠોળની કિંમત પર પડી છે અને સામાન્ય વર્ગના લોકોને ભોગવવાનો વારો (Vegetable Pulses Price on 11 May) આવ્યો છે.

આ પણ વાંચોઃPetrol Diesel Price in Gujarat: આ મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો નજીવો વધારો

કઠોળના ભાવ (Pulses Prices in Gujarat)

કઠોળના ભાવ

શાકભાજી સાથે કઠોળની સ્થિતી - રાજ્યમાં શાકાભાજી સાથે કઠોળના ભાવમાં ધીરે ધીરે વધારો જતો જોવા મળે છે. સ્વાભવિક છે કે ઉનાળાની શરુઆતની મોસમમાં કેરીના ભાવ વધારે હોય છે. તો બીજી તરફ ખેડુતો પણ ઉનાળામાં કઠોળનું વાવતેર કરતા જોવા મળતા હોય છે. ત્યારે આ વર્ષ ઘઉંની સાથે સાથે જીરૂ, બાજરાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીમાં તો ધણા સમયથી લીંબુના ભાવ માંથુ કાઠી ગયા છે. તો રીંગણા, ભીંડો, ગુવારના ભાવ હળવા ફુલ જેવા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃGold Silver Price in Gujarat: સોનાનો ભાવ 55,000ની નજીક પહોંચ્યો, ચાંદીમાં નજીવો વધારો

બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું ? - વર્તમાન સમયમાં મોંઘવારી બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધી રહી છે. ત્યારે લોકોની આવક ગોકળગાયની ગતિએ વધી રહ્યો છે. તેવામાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારીનો કઈ રીતે સામનો કરે તે એક ચિંતાનો વિષય (Vegetable Pulses Price on 11 May) બની ગયો છે. ઉદાહરણ તરીકે એક સમયે જે શાકભાજીનો ભાવ 20 રૂપિયા પ્રતિકિલો હતો. ત્યારે હવે તે જ શાકભાજીના ભાવ 250 ગ્રામ માટે 20 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ સાથે જ સામાન્ય વર્ગના લોકો ત્રાહિમામ પોકારી (Vegetables Pulses Price) ગયા છે. ગૃહિણીઓની બચત પર પણ મોંઘવારીએ તરાપ મારી છે.

ABOUT THE AUTHOR

...view details