ગુજરાત

gujarat

ETV Bharat / city

Vegetables Pulses Price in Gujarat શાકભાજી કઠોળના ભાવમાં આંશિક રાહત - Vegetables Today Market Price

ગુજરાતમાં શાકભાજી અને કઠોળના ભાવમાં સતત (Vegetables Pulses Price in Gujarat) વધારો થયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોના ભાવ કેટલા વધ્યા અને કેટલા ઘટ્યા તેની પર (Vegetable Pulses Price on 11 August) એક નજર કરીએ.

Vegetables Pulses Price in Gujarat શાકભાજી કઠોળના ભાવમાં આંશિક રાહત
Vegetables Pulses Price in Gujarat શાકભાજી કઠોળના ભાવમાં આંશિક રાહત

By

Published : Aug 11, 2022, 7:49 AM IST

Updated : Aug 11, 2022, 12:06 PM IST

અમદાવાદ :રાજ્યમાં એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ લોકોને દઝાડી રહી છે. તેવામાં અધૂરામાં પૂરું શાકભાજી અને કઠોળના ભાવ પણ દિવસેને દિવસે આસમાને પહોંચી (Vegetables Pulses Price in Gujarat) રહ્યા છે. ત્યારે સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. તો આવો એક નજર કરીએ શાકભાજી અને કઠોળના ભાવ (Vegetable Pulses Price Today) પર. એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. તેની અસર શાકભાજી અને કઠોળની કિંમત પર પડી છે અને સામાન્ય વર્ગના લોકોને ભોગવવાનો વારો (Vegetable Pulses Price on 11 August) આવ્યો છે.

શાકભાજીના ભાવ (vegetables Prices in Gujarat)

શાકભાજી ભાવ
મરચા 350-700
લીંબુ 250-630
બટેટા 200-431
ટમેટા 200-300
ભીંડો 500-1100
રીંગણા 200-300
કોબીજ 300-700
ફલાવર 400-600
દુધી 100-320
કાકડી 250-450
ગાજર 400-550

શાકભાજી સાથે કઠોળની સ્થિતી -રાજ્યમાં શાકાભાજી સાથે કઠોળના ભાવમાં ધીરે ધીરે વધારો જતો જોવા મળે છે. સ્વાભવિક છે કે ચોમાસાની શરુઆતમાં મેથી, કોથમરી સહિતના શાકભાજીના ભાવમાં વધારો થતાં હોય છે. તો બીજી તરફ ખેડુતો પણ ચોમાસમાં કેટલાક કઠોળનું વાવતેર કરતા જોવા મળતા હોય છે. ત્યારે આ વર્ષ મગફળી સાથે અનેક વસ્તુઓમાં ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીમાં તો ધણા સમયથી લીંબુના ભાવ માંથુ કાઠી ગયા છે.

કઠોળ ભાવ (Pulses Prices in Gujarat)

કઠોળ ભાવ
ઘઉં ટુકડા 452-539
બાજરી 285-461
તૂવેર 1070-1445
અડદ 1160-1665
જીરૂ 3675-4550
વાલ દેશી 1375-1950
એંરડા 1220-1426
મગ 1130-1457
રાય 1100-1275

બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું : વર્તમાન સમયમાં મોંઘવારી બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધી રહી છે. ત્યારે લોકોની આવક ગોકળગાયની ગતિએ વધી રહ્યો છે. તેવામાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારીનો કઈ રીતે સામનો કરે તે એક ચિંતાનો વિષય (Vegetables Today Market Price) બની ગયો છે. ઉદાહરણ તરીકે એક સમયે જે શાકભાજીનો ભાવ 20 રૂપિયા પ્રતિકિલો હતો. ત્યારે હવે તે જ શાકભાજીના ભાવ 250 ગ્રામ માટે 20 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ સાથે જ સામાન્ય વર્ગના લોકો ત્રાહિમામ પોકારી (Vegetables Pulses Price) ગયા છે. ગૃહિણીઓની બચત પર પણ મોંઘવારીએ તરાપ મારી છે.

Last Updated : Aug 11, 2022, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details