- છેલ્લા 10 દિવસમાં શાકભાજીના ભાવ વધારો
- હોલસેલ બજારના ભાવ કરતા બમણાથી ત્રણ ગણો ભાવ વધારો
- રિટેલર બજાર અઠવાડિયામાં શુક્રવારથી રવિવાર બંધ રહેતા થઈ અસર
અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે શાકભાજી અને ફળફળાદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. APMCથી હોલસેલ બજાર સુધીની ચેઈનમાં શાકભાજીના સપ્લાયમાં કોઈ ઘટ સર્જાઈ નથી, તેમ છતાં સામાન્ય જનતાને બમણા ભાવમાં શાકભાજી મળી રહ્યા છે. APMCના ચેરમેન દિપક પટેલે ETV Bharatને જણાવ્યું હતું કે, હાલ શાકભાજીના સપ્લાયમાં કોઈ ઘટ સર્જાઈ નથી, શાકભાજીના ભાવમાં પણ હોલસેલ બજારમાં ભાવ વધારો થયો નથી. ત્યારે અહીં પ્રશ્ન એ વાતનો છે કે, જો ઉપરની ચેઇન દ્વારા ભાવ વધારો કરવામાં નથી આવ્યો અને શાકભાજીની ઘટ પણ નથી સર્જાઈ તો ભાવ વધારો કરી રીતે શક્ય બને? APMC ના ચેરમેન દિપક પટેલે જણાવ્યું હતું કે, રિટેલર વેપારીઓ ઘણી વખત આડકરતી રીતે જાણી જોઈને ભાવ વધારો કરતા હોય છે જે ખોટું છે.
રિટેલર બજાર બંધ રહેવાથી ભાવ વધારો
ગ્રાહકોને છેલ્લા દસ દિવસથી શાકભાજી મોંઘા ભાવે કેમ મળી રહી છે, તે અંગે જાણવા ETV ભારતે બોડકદેવના છૂટક વેપારી સાથે વાતચીત કરી. તેમને જણાવ્યું કે, હાલ વેપારીઓએ શુક્રવારથી રવિવાર સુધી બજાર જાતે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે શાકભાજીના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ વિરમગામ APMC માર્કેટ યાર્ડ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અમદાવાદ જિલ્લાની બેઠક યોજાઈ
ગ્રાહકે લીંબુ બમણાથી ત્રણ ગણા ભાવે ખરીદવા પડી રહ્યા છે.
ઉનાળાની સીઝન છે ત્યારે લિંબુની જરૂરિયાત સૌથી વધુ પડે છે. પરંતુ હાલ બજારમાં લીંબુ 150 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે. પરંતુ આ જ લીંબુ હોલસેલ ભજારમાં 40 રૂપિયાથી 80 રૂપિયા કિલોએ મળી રહ્યા છે. ત્યારે લોકોએ વધુ ભાવ ચૂકવવા પડી રહ્યા છે. વળી લીંબુ C વિટામિનનો સ્ત્રોત હોવાને કારણે કોરોનાની સામે ઈમ્યુનીટીઝ વધારવા પણ તેની માગમાં વધારો થયો છે.